સૌરાષ્ટ્રવાસીઓ આનંદો… રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલ ટેક્સમાં મોટો ઘટાડો, વાહનચાલકોને આટલા રૂપિયાનો થશે ફાયદો
સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, રાજકોટ-જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પીઢડિયા ટોલનાકા પર ટોલટેક્સમાં ઘટાડો કરવામાં આવતા અનેક વાહનચાલકોને ફાયદો થશે. ત્યારે હવે પીઢડિયા ટોલનાકા પર ફોર વ્હીલ વાહનો માટે એક તરફી મુસાફરીના 35 રૂપિયા વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભરુડી ટોલનાકા પર ટોલ ટેક્સમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે 45 રૂપિયા જ ટોલટેક્સ વસૂલવામાં આવશે.
સ્થાનિકો દ્વારા આ બાબતે અનેકવાર આંદોલન ચલાવવામાં આવ્યું હતું, જે આંદોલનની અસર જોવા મળી હતી. અને તેના પરિણામે પીઠડીયા ટોલ પ્લાઝા પર લગભગ 25 ટકા જેટલો ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે જે બાદ ટોલનાકામાંથી પસાર થનાર વાહનચાલકોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. વારંવાર વાહન ચાલકોના વિરોધને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે કેટલો ચાર્જ ચૂકવવો પડશે
ટોલટેક્સના ચાર્જ ઘટાડવા બાબતે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને તાત્કાલિક અસરથી આ નોટિફિકેશન અમલમાં આવી ગયું છે.ફોરવીલર વાહનો માટે રાજકોટથી જેતપુર તરફની એક તરફી મુસાફરી માટે ભરૂડી ટોલ પ્લાઝા પર 45 રૂપિયા અને પીઠડીયા ટોલ પ્લાઝા પર પણ 45 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. પરંતુ, આજથી પીઠડીયા ટોલ નાકા પર ટોલ ટેક્સના દર ઘટાડીને 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
વાહનચાલકોને સીધો 25 રૂપિયાનો ફાયદો થશે
પીઠડીયા ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાન અથવા અન્ય લાઈટ મોટર વ્હીકલ માટે એક દિવસની રિટર્ન મુસાફરી માટે અગાઉ 95 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવતો હતો, જે હવે ઘટાડીને માત્ર 70 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આમ, વાહનચાલકોને સીધો 25 રૂપિયાનો ફાયદો થશે. ફોરવીલર વાહનો માટે રાજકોટથી જેતપુર તરફની એક તરફી મુસાફરી માટે ભરૂડી ટોલ પ્લાઝા પર 45 રૂપિયા અને પીઠડીયા ટોલ પ્લાઝા પર પણ 45 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. પરંતુ, આજથી પીઠડીયા ટોલ નાકા પર ટોલ ટેક્સના દર ઘટાડીને 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.