આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે સરપંચ સંમેલન : રાજકોટ જિલ્લાના 91 સરપંચ સહિત રાજ્યના તમામ સરપંચોનું થશે સન્માન
તાજેતરમાં રાજ્યની 3400થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય,પેટા અને મધ્યસત્રીય ચૂંટણી યોજાયા બાદ નવનિયુક્ત તમામ સરપંચોનું સન્માન કરવા ગાંધીનગર ખાતે આગામી તા.4 જુલાઈને શુક્રવારે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સરપંચ સંમેલનમાં રાજકોટના 91 સરપંચોના સન્માન કરવાની સાથે જ સમરસ થયેલ ગ્રામ પંચાયતોને 5થી 15 લાખની ગ્રાન્ટના ચેક પણ એનાયત કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ચૂંટાઈ આવેલા અને બિનહરીફ નિમણુંક પામેલા તમામ સરપંચના સન્માન માટે આગામી તા.4ને શુક્રવારે ગાંધીનગર ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતેયોજાનાર આ કાર્યક્રમ રાજકોટ જિલ્લાના 91 સરપંચ ભાગ લેશે.
આ પણ વાંચો : રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના નવનિયુક્ત સરપંચના સન્માનની સાથે જ ગાંધીનગર ખાતેથી સમરસ બનેલી ગ્રામ પંચાયતોને સ્વભંડોળમાંથી રૂપિયા 5 લાખથી લઈ 15 લાખ સુધીની ગ્રાન્ટના ચેક પણ એનાયત કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના નવનિયુક્ત 91 સરપંચને ગાંધીનગર લઈ જવા માટે 2 બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.