‘વિકાસ’ પર નજર રાખવા માટે 7.67 કરોડનો ખર્ચ! RMC સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દ્વારા દરખાસ્ત ફગાવાઈ, 45 દરખાસ્ત મંજૂર
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આજે કુલ 88.70 કરોડના વિકાસકામ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં કમિશનર ના ડ્રીમ પ્રોજેક્ટ એવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ પાછળ 7કરોડનું આંધણ નામંજૂર કરાયું હતું.અધધ…૭.૬૭ કરોડના ખર્ચથી શાસકો અચંબામાં મુકાયા હતા. ત્યારે આ દરખાસ્ત નામંજૂર કરી દેવામાં આવી હતી. ડી.પી રોડર્ન માપણી, વિવિધ કાર્યક્રમોમાં એલઇડી- લેસર શો નો કોન્ટ્રાકટ આપવા તથા બે મશીન ખરીદવાની દરખાસ્ત રીટેન્ડર કરવામાં આવી છે તો ગત સ્ટેન્ડિંગમાં સામાકાંઠે શાળાનું મકાન ટ્રસ્ટને સોંપવાના નિર્ણય ફરી પેન્ડીંગ રાખવામાં આવ્યો છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 52 પૈકી 45 દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી છે.
આ પણ વાંચો :રાજકોટમાં વધુ પાણી ખેંચવા-લાઈનને સાચવવા’ કરોડો રૂપિયાનું ‘પાણી’ કરાશે ! સ્ટેન્ડિંગની બેઠકમાં દરખાસ્ત મંજૂર
રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયમિન ઠાકરની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં વિવિધ દરખાસ્તો પર ચર્ચા કરી નિર્ણયો લેવાયા હતા. આજે યોજાયેલી બેઠકમાં કુલ 88.70 કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી, જેમાં 4 દરખાસ્ત રી-ટેન્ડર માટે, 1 પેન્ડિંગ રાખવામાં આવી હતી અને 2 નામંજૂર કરવામાં આવી હતી.
આ પણ વાંચો :રાજકોટમાં ડીઆઈ પાઈપલાઈન બિછાવવા રસ્તા ખોદી નાખ્યા, હવે 9 કરોડના ખર્ચે બૂરાશે, સ્ટેન્ડિંગની બેઠકમાં દરખાસ્ત મંજૂર
પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની દરખાસ્ત નામંજૂર
રાજકોટમાં બ્રિજનું કામ હોય કે ગટરનું કામ હોય શરૂ થયા બાદ સમયસર પૂર્ણ થયું હોય તેવું અત્યાર સુધી ન બન્યાનો મહાપાલિકાના નામે રેકોર્ડ નોંધાયેલો છે. આ છાપ ભુંસવા માટે તાજેતરમાં જ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ (પીએમયુ)ની રચના કરવામાં આવી હતી અને તેના માટે નવું રાચરચિલું પણ તૈયાર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે આ યુનિટ પાછળ થનારો ખર્ચ પણ સામે આવ્યો છે. આજે મંગળવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં આ યુનિટ પાછળ 7.67 કરોડનો ખર્ચ થવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો ત્યારે પ્રોજેકટ મોનીટરીંગ યુનિટની કામગીરી માટે એજન્સી નિમણુંકની દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે.
