મચ્છર સામે RMCના ઝુક્યા શાસકોઃ દંડમાં 5 ગણો ઘટાડો ! મચ્છરના પોરા મળશે તો વસૂલાશે આટલો દંડ
રાજકોટ મહાપાલિકાના શાસકો જાણે કે મચ્છર સામે ઝૂકી ગયા હોય તે રીતે અધિકારીઓએ મચ્છર ઉત્પતિ બદલ સુચવેલા દંડની રકમને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપ્યાના થોડા જ દિવસમાં પીછેહઠ કરી દંડની રકમમાં ઘટાડો કરતા નિર્ણયશક્તિનો અભાવ હોવાનું લાગ્યા વગર રહેતું નથી.

આ પણ વાંચો : સરકારનું મફત અનાજ મેળવતા માલદારોનો ભાંડો ફૂટ્યો : રાજકોટમાં 1 લાખ ધનિકો મેળવે છે મફતના ઘઉં-ચોખા
14 દિવસ પહેલાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મચ્છરના પોરા થઈ શકે તે પ્રકારે પાણી સંગ્રહના સાધન રાખવા બદલ રહેણાક મિલકતને પ્રતિ દિવસ 100 રૂપિયા અને કોમર્શિયલને પ્રતિ દિવસ 1000 થી લઈ 10,000 રૂપિયા સુધીના દંડનું સુચન કરતી દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને કમિટીએ મંજૂરી પણ આપી દીધી હતી પરંતુ અચાનક જ કંઈક એવું થયું કે આખરે દંડની રકમ ઘટાડવા માટે શાસકોએ પીછેહઠ કરવી પડી છે.
આ પણ વાંચો : કેશોદ એરપોર્ટ પરથી AB-320 ટાઇપના વિમાનો ઉડાન ભરશે : રનવે 2500 મીટર સુધી લંબાવવામાં આવશે, જાણો કેટલો થશે ખર્ચ
સ્ટેન્ડિંગ કમિટીએ દંડની રકમના દરની ફરી સમીક્ષા કરી ઘટાડો કર્યો છે. હવે મચ્છરના પોરા ઉત્પન્ન થઈ શકે તે રીતે પાણી સંગ્રહના સાધન રાખવા બદલ પ્રતિ દિવસ 100 રૂપિયા રહેણાક અને 200 રૂપિયા કોમર્શિયલ, પાણીના ટાંકા, બેરલ, કેરબા, જમીનની અંદરના ટાકા, ઓવરહેડ ટાંકી હવાચુસ્ત ઢાંકણથી ન રાખવા બદલ 100 અને 1000, તમામ પ્રકારના પાણી સંગ્રહના સ્થાન-સાધનો હવાચુસ્ત ઢાંકણથી ન ઢાંકવા બદલ 100 અને 200, મચ્છર ઉત્પતિ થાય તે પ્રકારે જાહેરમાં પાણી છોડવા બદલ 100થી 2000, સેલરમાં ભરાયેલા પાણીનો યોગ્ય રીતે નિકાલ ન કરવા બદલ 100 અને 2000, સેપ્ટીક ટેન્ક તેમજ ભૂગર્ભ ગટરના એર પાઈપ પર તારની જાળી અથવા કપડું ન બાંધવા બદલ 100 અને 200 સહિત 12 કેટેગરીમાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
