RMC હજુ ખાડા બુરી શકતી નથી અને અમદાવાદ મનપા આસમાનને આંબશે : બોપલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટલી હાઈટનો સિટી સ્ક્વેર ટાવર બનશે
સ્માર્ટ સિટીની રેસમાં અન્ય શહેરોની સરખામણીમાં ઘણું પાછળ રહી ગયેલુ રાજકોટ અત્યારે રોડ ઉપર પડેલા ખાડામાંથી ઊંચું આવતું નથી જયારે અમદાવાદ આકાશને આંબી રહ્યુ છે.અમદાવાદ શહેરને આગવી ઓળખ મળે તને સ્માર્ટ સિટીનું રેન્કિંગ વધે તે માટે બોપલ વિસ્તારમાં 180 મીટર ઊંચા સિટી સ્ક્વેર ટાવર બિલ્ડીંગ બનાવવાની યોજના આગળ વધારી છે. આ ટાવરની હાઈટ સ્ટેચ્યુ ઓફ યુનિટી (182 મીટર) જેટલી હશે અને તેની પાછળ 669.37 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ પણ વાંચો : રાજકોટવાસીઓ પાસે પૈસા વધી ગયા : શેરબજારના રોકાણમાં દેશના ટોપ-10 જિલ્લામાં અવ્વલ
બોપલના સિંધુ ભવન રોડ ઉપર ઓક્સીજન પાર્ક પાસેના 13,140 ચોરસ મીટરના બે પ્લોટ ઉપર આ ટાવર આકાર લેશે. આ ટાવર અમદાવાદનું સૌથી વધુ ઊંચાઈ ધરાવનારું બિલ્ડીંગ હશે આ સ્થળનો સોઇલ અને વિન્ડ ટેસ્ટ કરી લેવામાં આવ્યો છે અને હવે એરપોર્ટ ઓથોરિટીના એન.ઓ.સી.મેળવવાનું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ સિટી સ્ક્વેર ટાવરમાં વ્યુઈંગ ગેલેરી હશે જ્યાંથી ફરતે આખા શહેરનો નજરો જોઈ શકાશે. આ ટાવર ફરતે ગાર્ડન વિકસાવવામાં આવશે સાથોસાથ કોમર્શિયલ સ્પેસ અને આનંદ પ્રમોદ માટેના સાધનો પણ હશે. આ ટાવરમાં વ્યુ ગેલેરી ઉપરાંત લેન્ડસ્કેપ ગાર્ડન,ફૂડ કોર્ટ, , ફાઉન્ટન, એમ્પીથીયેટર સહિતના અનેક આકર્ષણ પણ હશે. આ પ્રોજેક્ટ ૨૦૨૮માં પૂરો થાય તેવી ધારણા છે.