રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડમાંથી રખડતા કૂતરા હટાવો : સુપ્રીમ કોર્ટનો આદેશ, 8 અઠવાડિયામાં કાર્યવાહી પૂર્ણ કરવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રેલવે સ્ટેશનોમાંથી રખડતા કૂતરા હટાવી નિયુક્ત કૂતરા આશ્રયસ્થાનોમાં મોકલવા આદેશ કર્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મેહતા અને એનવી અંજારિયાની બેન્ચે સરકારી તથા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોના પરિસરમાં કૂતરાઓના પ્રવેશને અટકાવવા અને તેમને જ્યાંથી ઉઠાવ્યા હોય ત્યાં પાછા છોડવા નહીં તેવો આદેશ આપ્યો છે. આ કામગીરી આઠ અઠવાડિયામાં પૂર્ણ કરવાની સુપ્રીમ કોર્ટે સૂચના આપી છે. કેસની
વિશેષ સુનાવણી 13 જાન્યુઆરીના રોજ થશે. કોર્ટે 28 જુલાઈએ રાષ્ટ્રીય રાજધાનીમાં ખાસ કરીને બાળકોમાં રખડતા કૂતરાઓના બટકા ભરવાથી રેબીઝના મોતના અહેવાલ પર સુઓ મોટો કેસ શરૂ કર્યો હતો. કોર્ટે તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિકારી અને નગરપાલિકાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને અન્ય માર્ગો પરથી રખડતા પશુઓ હટાવી આશ્રયગૃહોમાં મોકલવા આદેશ કર્યો છે. રસ્તા પર રખડતા પશુઓને પકડી આશ્રયસ્થાને મોકલવા વિશેષ હાઇવે પેટ્રોલિંગ ટીમ બનાવવા હુકમ કર્યો છે.
આ પણ વાંચો : શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા સામે 60 કરોડના ગફલા કેસમાં મજબૂત પુરાવા: સંબંધિત કંપનીઓ મારફતે ફંડ ડાયવર્ટ કર્યાની શંકા
અદાલતે, તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રખડતા પશુઓની જાણ કરવા હેલ્પલાઇન નંબર જારી કરવા સૂચવ્યું છે. આ તમામ આ બે સોનુ પાલન કરાવવાની જવાબદારીબીરાજ્યોના મુખ્ય સચિવોની રહેશે. આ અગાઉ રખડતા કૂતરા મુદ્દે જુલાઈમાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં રખડતા કૂતરા ચાવાથી રેબીઝના મોતના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રહેણાંક વિસ્તારોમાંથી તમામ રખડતા કૂતરા આશ્રયસ્થાનોમાં ખસેડવાનો તેમજ નસબંધી અને રસીકરણ કરવાનો આદેશ કર્યો હતો. એ કાર્યવાહીમાં અડચણ ઊભી કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે પણ કડક કાર્યવાહી કરવાની સુપ્રીમ કોર્ટે સુચના આપી હતી. કોર્ટે નગર અધિકારીઓને રખડતા કૂતરાઓને જાહેરમાં ખવડાવવા પર પ્રતિબંધ મૂકી ખવડાવવા માટે વિશેષ જગ્યા બનાવવા પણ આદેશ આપ્યો છે.
