કરદાતાઓ માટે રાહતના સમાચાર : આખરે ઓડિટ રિપોર્ટ માટેની મુદત લંબાવાઇ, ટેક્સ પ્રેક્ટિશનરોને હાશકારો
વ્યક્તિગત કરદાતાઓ માટે રીટર્ન ભરવાની તારીખમાં સીબીડીટી દ્વારા એક દિવસનો વધારો કરી દેવામાં આવ્યો હતો ત્યારે હવે ઓડિટ રિપોર્ટ માટે ગણતરીના દિવસો બાકી હતા આ રિપોર્ટના રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરવા માટે દેશભરમાંથી માંગણી ઉઠતાં આખરે ઓડિટ રિપોર્ટ માટેની મુદત લંબાવવામાં આવી છે. 30 સપ્ટેમ્બરને બદલે 31 ઓક્ટોબર કરાતાં કરદાતાઓ અને ટેક્સ પ્રેક્ટિશનરોએ હાશકારો અનુભવ્યો છે.
આ પણ વાંચો : 15 મીટરથી ઓછી હાઈટ ધરાવતી શાળા-કોલેજોને NOC માંથી રાહત મળશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
કરદાતાઓ અને ટેક્સ પ્રેક્ટિશનરોને રાહત આપનાર સમાચાર સામે આવ્યા છે. આખરે ઓડિટ રિપોર્ટ માટેની મુદત લંબાવવામાં આવી છે 30 સપ્ટેમ્બરને બદલે 31 ઓક્ટોબર કરવામાં આવતા કરદાતાઓમાં ખુશીની લાગણી છવાઈ છે. ઓડિટ રિપોર્ટ માટે તારીખ લંબાવીને દિવાળી પછીની તારીખ આપવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા સીબીડીટીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે તારીખ લંબાવવામાં આવતા કરદાતાઓને રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો : ગુનેગારો લંગડા ચાલે, હાથ જોડે,માફી માંગે પરંતુ ગુના કરતાં જ ખચકાય એવી પોલીસની ધાક ક્યારે બનશે?
દસ કરોડથી વધુનું ટર્ન ઓવર હોય તેમણે ઓડિટ ફરજિયાત છે આ ઉપરાંત પ્રોફેશનલ કેસમાં 75 લાખથી વધુ વ્યવસાયિક આવક હોય તેમને પણ ઓડિટ કરાવવું પડે છે. ત્યારે CA વર્તુળમાંથી મળતી વિગત અનુસાર હજુ 7 થી 10 ટકા ઓડિટ પણ પૂર્ણ થયા નથી ત્યારે ઓડિટ રિપોર્ટ માટે 31 ઓક્ટોબર કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી જે માંગણી સ્વીકારવામાં આવી છે. ઓડિટ રિપોર્ટ માટેની મુદત લંબાવવામાં આવી છે. 30 સપ્ટેમ્બરને બદલે 31 ઓક્ટોબર કરાતાં કરદાતાઓ ટેક્સ પ્રેક્ટિશનરોએ હાશકારો અનુભવ્યો છે.
