ગરમીમાં રાહત, રાજકોટમાં 35.1 ડિગ્રી
મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો યથાવત
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડાનો દૌર ચાલુ રહ્યો છે, રવિવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 18.7 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી રહ્યું હતું.હવામાન વિભાગે આગામી 48 કલાકમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.રાજ્યમાં હાલમાં પશ્ચિમ દિશા અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યા છે, સાથે જ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું હોવાથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 18.7 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રીના ઘટાડા સાથે 35.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.