- સરકાર દ્વારા શરૂ કરાયેલું આ પોર્ટલ લઘુઉદ્યોગો માટે ફાયદાકારક પણ અરજી ન થતા મુશ્કેલી: ઉદ્યોગકારોની રજૂઆત
સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ(Gem) પોર્ટલ પર એમ એસ ઇ સેલર તરીકે રજીસ્ટ્રેશન થતું ન હોવાથી એમએસએમઈના ઉદ્યોગકારો માટે મુશ્કેલી ઊભી થઈ છે આથી આ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.
ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ગુજરાતના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને અરજી કર્યાના ત્રણ ચાર મહિના બાદ પણ સરકાર શરૂ કરાયેલા માર્કેટ પ્લેસ પોર્ટલ પર ઉદ્યોગકારોનું રજીસ્ટ્રેશન થતું નથી. એના કારણે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને અડચણ આવી રહી છે.
એમએસએમઈ ડી 2006ના કાયદાની જોગવાઈ મુજબ ૨૦ ટકા ખરીદી માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ પાસેથી કરવાનો કાયદો છે આ કાયદાના કારણે ગુજરાત સહિત દેશના નાના ઉદ્યોગોને મહત્તમ ફાયદો થાય છે. જોકે છેલ્લા ચાર મહિનાથી આ પોર્ટલ પર સેલર તરીકે રજીસ્ટ્રેશન કરવા માટે અરજી અટકી રહી છે આથી આ નિવારવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.