GUJCET 2026 માટેનું રજિસ્ટ્રેશન શરૂ: આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થશે વધારો, જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન?
ગુજકેટની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. 29 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે, જેમાં ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ 2026 ની પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન મંગળવારથી શરૂ કરાયું છે.રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 30 ડિસેમ્બર છે.
આ પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એ અને બી તેનું એબી ગ્રુપના વિદ્યાર્થીઓ આપતા હોય છે જેમના માટે તારીખ 16 થી 30 ડિસેમ્બર દરમિયાન ગુજકેટની પરીક્ષા ના ફોર્મ ભરી શકાશે. શિક્ષણ વિભાગનાં તજજ્ઞોએ આપેલી માહિતી અનુસાર આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાથી ગુજકેટની પરીક્ષામાં આશરે પાંચથી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા વધી શકે તેવી સંભાવના છે.
આ પણ વાંચો :ગાઢ ધુમ્મસમાં અમદાવાદ એરપોર્ટ પરથી ફલાઈટની ઉડાન કેન્સલ નહિ થાય : ઓછી વિઝિબિલિટીમાં ફલાઈટ ઓપરેશન માટે એરપોર્ટ સજ્જ
વિદ્યાર્થીઓએ પોતાની અરજી gseb.org અને gujcet.gseb.org પર રૂપિયા 350 ફી સાથે એસબીઆઈ ઇ પે દ્વારા ભરવાની રહેશે. વર્ષ 2025 માં 1,26,197 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.
કેવી રીતે રજીસ્ટર કરવું?
વિદ્યાર્થીઓએ નીચે મુજબ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે:
- GUJCETની સત્તાવાર વેબસાઇટ gseb.org અથવા gujcet.gseb.org પર જાઓ.
- “New Candidate Registration” પર ક્લિક કરો અને વ્યક્તિગત વિગતો આપો.
- લોગિન કર્યા પછી અરજી ફોર્મમાં શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતી પૂરક કરો.
- ફોટો અને સહી જોઈતા ફોર્મેટમાં અપલોડ કરો.
- છેલ્લે **₹350/- ફી ઓનલાઈન ચુકવો.
