વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: અમરેલીમાં કારમાં બેસી દરવાજો લોક કરી દેતા ચાર બાળકોના ગૂંગળાઈ જતા મોત
અમરેલી તાલુકાના રાંઢીયા ગામે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઍક જ પરિવારના ચાર બાળકો કારમાં ફસાઈ જતાં ગૂંગળાઈ જતા મોત નીપજ્યા હતા.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગે DySP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, ભરતભાઈ માંડાણીના ખેતરમાં ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના સોબીયાભાઈ મછારને સંતાનમાં સાત બાળકો છે. ગત શનિવારે જ્યારે દંપતી ખેત મજૂરી ગયું ત્યારે માલિકની કારને ચાવીથી ખોલી તેમના ચાર બાળકો રમવા ગયા હતા. તે દરમિયાન કાર લોક થઈ ગયા બાદ બે ભાઈ અને બે બહેનો અંદર ફસાઈ ગયા હતા.
જ્યારે માતા પિતા ખેત મંજૂરીથી આવ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમની સાત અને ચાર વર્ષની દીકરી સુનિતા અને સાવિત્રી અને બે અને પાંચ વર્ષના કાર્તિક અને વિષ્ણુ નામના બે દીકરા આમ ચારેય બાળકો ગૂંગળાઈ જતા કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.