Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સોલાર પેનલ લગાવી ગુજરાતીઓએ લાઈટબિલમાં કેટલા રૂપિયા બચાવ્યા વાંચો

Sun, December 17 2023
  • ગામડાં પણ સોલાર પેનલ લગાડવામાં આગળ નીકળી ગયા
  • સોલાર પેનલ ધરાવતા 43 ટકા ઘરોમાં લાઈટબિલમાં મહિને 1000 રૂપિયાનો ઘટાડો થયો

ઘરની અગાસી ઉપર રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં ગુજરાત આખા દેશમાં સૌથી આગળ છે અને તેના કારણે ગુજરાતીઓએ લાઈટબિલમાં પણ મોટી બચત કરી છે. તાજેતરમાં બહાર આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોલાર પેનલ ઈન્સ્ટોલ કરાવનારા 43 ટકા ઘરોમાં લાઈટબિલમાં મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. ગુજરાતમાં માત્ર શહેરો જ નહીં પરંતુ નાના ગામડાં પણ રુફટોપ સોલાર પેનલ લગાડવામાં બહુ આગળ નીકળી ગયા છે.

વડોદરાની એમ એસ યુનિવર્સિટી અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના તાજેતરના સ્ટડીમાં આ હકીકત બહાર આવી છે. આ અભ્યાસમાં રૂફટોપ સોલાર પેનલની સ્કીમ કેટલી સફળ રહી છે અને તેનાથી લોકોને કેટલો ફાયદો થયો તેનો અંદાજ કાઢવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે નેશનલ કોન્ક્લેવ ઓન સોલાર રૂફટોપમાં આ ડેટા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

દેશની કુલ કેપેસિટીમાં ગુજરાતનો 31 ટકા હિસ્સો
ગુજરાતમાં હાલમાં મકાનો પર રૂફટોપ સોલારનું ચલણ એટલું બધું વધ્યું છે કે તેનાથી વીજ ઉત્પાદનમાં પણ સતત વધારો થયો છે. અત્યારે ગુજરાતમાં સોલાર પેનલની ઈન્સ્ટોલ્ડ કેપેસિટી 3174 મેગાવોટ છે અને આખા દેશની કુલ ઈન્સ્ટોલ્ડ કેપેસિટી 10,406 મેગાવોટમાં ગુજરાત 31 ટકા હિસ્સો ધરાવે છે તેવું લોકસભામાં સરકારે જણાવ્યું હતું.

સરકારી સબસિડીના કારણે ઉપયોગમાં વધારો
રિન્યુએબલ એનર્જી મંત્રી આર કે સિંઘે જણાવ્યું કે સોલર રૂફટોપ સ્કીમના બીજા તબક્કામાં ગુજરાત સૌથી મોટો લાભાર્થી રાજ્ય છે. આ સ્કીમમાં સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા 74 ટકા સુધી સબસિડી સહાય કરવામાં આવે છે. વર્ષ 2019 અને નવેમ્બર 2023 વચ્ચે ગુજરાતની ઈન્સ્ટોલ્ડ કેપેસિટી 1956 મેગાવોટ હતી જે કુલ કેપેસિટીમાં 61 ટકા હિસ્સો ધરાવે છે.

અન્ય એક જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સોલાર પાવર જનરેશનમાં બીજા ક્રમે હતું અને 10,417 મેગાવોટ વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. એટલે કે કુલ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો 30 ટકા કરતા વધુ છે.

ગુજરાતમાં જે લોકો સોલાર રૂફટોપ લગાવે છે તેમાંથી 95 ટકા પરિવારોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા કરતા ઓછી હતી અને તેમણે નાણાકીય બચત કરવા માટે સોલાર પેનલ લગાવવી હતી. હાલમાં ગુજરાતમાં વિન્ડ પાવરમાં 11 ગીગાવોટ અને સોલાર પાવરમાં 10.4 ગીગાવોટની કેપેસિટી છે. ગુજરાતમાં માથાદીઠ વીજળીનો વપરાશ 2283 યુનિટ છે અને ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં આખા દેશમાં સૌથી આગળ છે. સોલાર પેનલના કારણે ગુજરાતના રહેવાસીઓએ દર વર્ષે લગભગ 2000 કરોડ રૂપિયાની બચત કરી છે. આ ઉપરાંત 1267 મિલિયન યુનિટ પાવર ગ્રીડમાં પરત આપ્યો છે.

Share Article

Other Articles

Previous

શું નાસા ફરી ચંદ્ર પર માનવને મોકલશે….? ચંદ્રથી પરત ફર્યું નાસાનું માનવરહિત વિમાન…

Next

ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકા, 3.1 ની તીવ્રતા, અહીં વારંવાર આચકા આવી રહ્યા છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં રોજીંદા રોંગ સાઈડમાં 300થી વધુ વાહનો શોધવાના ટાર્ગેટ : વાહનદીઠ રૂ.1500ની થશે વસૂલી
7 મિનિટutes પહેલા
રાજકોટની રાજકુમાર કોલેજથી લીમડા ચોક સુધી ગટરના પાણીની રેલમછેલ : માથું ફાડી નાખે તેવી દૂર્ગંધથી લોકો ત્રાહિમામ
28 મિનિટutes પહેલા
1400 કરોડનાં ખર્ચે બનેલાં રાજકોટ એરપોર્ટ પર બે દિવસથી ‘પાણી’ની કટોકટી: પેસેન્જરોએ ‘હંગામો’મચાવ્યો
48 મિનિટutes પહેલા
આવતીકાલે શિક્ષણનાં પ્રશ્ને ગાંધીનગરમાં બેઠક: કર્મચારીઓ પર થતા હુમલા,પ્રિ-સ્કૂલોની નોંધણી સહિતના 33 મુદ્દાઓ ઉપર થશે ચર્ચા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

ભારતીય નાગરિકોને તરત જ સીરિયા છોડી દેવા કેન્દ્ર સરકારની અપીલ : વિદ્રોહીઓ આગળ વધી રહ્યા છે
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટ : મવડી ઓવરબ્રિજ પર 22 વર્ષીય યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું
ગુજરાત
6 મહિના પહેલા
દેશમાં કેવી છે ઉત્પાદનની રફતાર ? શું આવ્યો અહેવાલ ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
દિલ્હી મેટ્રોમાં મહિલા પેસેન્જરો વચ્ચે વાળ -ખેંચ લડાઈ ! જુઓ વિડિયો
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર