રાજકોટના રાકેશ રાજદેવને કેલિફોર્નિયામાં મકાન જ નથીઃ ફાયરિંગની વાત નર્યું હંબગ,પત્નીએ કહ્યું-હુમલાના સમાચાર પાયાવિહોણા
રાજકોટના વતની રાકેશ રાજદેવના કેલિફોર્નિયા સ્થિત મકાન ઘર પર ફાયરિંગ થયાની ઘટના માત્રને માત્ર નર્યું હંબગ જ છે. કેલિફોર્નિયા નહીં પરંતુ પુરા અમેરિકામાં રાકેશ રાજદેવ કે તેમના પરિવારની કોઈ મકાન, પ્રોપર્ટી કે રહેણાંક જ નથી. ગોળીબારના સમાચાર સત્યથી સાવ વેગળા જ છે. જે રીતે આવા પાયાવિહોણા ન્યૂઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા કે કરાયા છે તે કોઈ હિત શત્રુનું હીન કૃત્ય હોઈ શકે અથવા તો કોઈપણ તથ્ય જાણ્યા, સત્ય ચકાસ્યા વિના જ આવા ખોટા સમાચાર વાઈરલ થયા છે અથવા ફેક ન્યૂઝ પબ્લિસ કરવા પાછળ ગુજરાતી વ્યવસાયકારને બદનામ કરવાની ગંદી હીલચાલ કે સાજીશ માની શકાય.
રોહિત ગોદારા ગેંગના આ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરનારા મહેન્દ્ર ઢેલાણાના નામે નવીન બોક્સર ગોરીપુર નામના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમજ એક હિન્દી ન્યૂઝની સોશિયલ મીડિયા સાઈટ પર કેલિફોર્નિયામાં રાજકોટના રાકેશ રાજદેવના ઘર પર ફાયરિંગ થયાના અને તે અંગે મહેન્દ્ર ડેલાણાએ પોસ્ટમાં જવાબદારી સ્વીકારી હોવાના સમાચાર વાઈરલ થયા હતા. જેને લઈને ભારે ચર્ચા ચાલી હતી. જો કે આ સમાચાર સંપૂર્ણ અસત્ય જ છે.
સોશિયલ મીડિયામાં ફાયરિંગ કરાયાની હંબગભરી વાત સાથે જે રીતે શબ્દો ટાંકવામાં આવ્યા છે તે જ સ્પષ્ટ કરી શકે છે કે એક ભારતીય અને ગુજરાતી વ્યક્તિને ખોટી રીતે કાદવ ઉછાળ સાથે બદનામ કરવાનો જ કોઈ કારસો હોઈ શકે. આવી કાઈ ઘટના બની જ નથી. તેમના પરિવારના સભ્યો પણ એકદમ હેમખેમ સુરક્ષિત જ છે. કોઈએ મલિન ઈરાદા સાથે સોશિયલ મીડિયા પર આવા સાવ ખોટા સમાચારો મુક્યા છે. આવા કોઈ વ્યક્તિઓ સામે સાઈબર એક્ટ હેઠળ પણ જરૂર પડશે તો કાનૂની કાર્યવાહી, પાયાહિન સમાચારો પ્રસિધ્ધ કરનારા સામે કાયદાકિય પગલાં પણ લેવાઈ શકે તેમ રૂપલબેન રાજદેવે જણાવ્યું છે.
આ પણ વાંચો :લોન થશે સસ્તી, EMI ઘટશે…રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરમાં 25 બેસીસ પોઇન્ટનો ઘટાડો કરી 5.25% નિર્ધારિત કર્યો
રાકેશ રાજદેવને કેલિફોર્નિયામાં કોઈપણ પ્રકારની કોઈ મિલકત છે જ નહીં તો તેમના રહેણાંક, મકાન પર ગોળીબાર થયા હોવાનો સવાલ જ ક્યા ઉત્પન્ન થાય. આવા સદંતર ખોટા ન્યૂઝને લઈને રાકેશ રાજદેવ સાથે દેશ-વિદેશમાં સંકળાયેલા અસંખ્ય સ્નેહીજનો તેમજ રાકેશ રાજદેવની સેવાકિય પ્રવૃત્તિ, હોસ્પિટલથી લઈ અન્ય કોઈપણ સેવાયજ્ઞના સાચા સારથી કે હમદર્દ એવા રાકેશ રાજદેવને ત્યાં ફાયરિંગના સાવ ખોટા સમાચારથી આવા અનેક પરિવારો પણ એક તબક્કે ચિંતાતૂર બન્યા હતા. જો કે ગોળીબારના ખોટા ન્યૂઝ હોવાનું જાણવા મળતા અસંખ્ય લોકો, પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો.
વધુમાં રાકેશ રાજદેવના પત્ની રૂપલબેને સ્પષ્ટતા કરી છે કે, સોશિયલ મીડિયામાં ફેક મેસેજને કારણે ખોટા સમાચાર વહેતા થયા છે. આવું કાંઈ બન્યું નથી. ફેક પોસ્ટમાં વર્ણવેલી કોઈપણ ગેરપ્રવૃત્તિમાં રાકેશ રાજદેવ સંકળાયેલા નથી. કોઈપણ પ્રકારની કોઈ સામેલગીરી પણ નથી.

રાકેશભાઈનું કેલિફોર્નિયામાં કોઈ ઘર જ નથી. હુમલો, ફાયરિંગના આવા ખોટા અહેવાલોના કારણે રાકેશભાઈના પરિવાર, હજારો શુભચિંતકો, મિત્રો અને સ્નેહીજનો ચિંતા અનુભવી રહ્યા છે જેથી જાહેર સ્પષ્ટતા કરવી પડી છે કે હુમલાના આ સમાચારો તદ્દન પાયાવિહોણા છે. આવા બદનક્ષીભર્યા ખોટા સમાચારો પ્રસિધ્ધ કરવા પણ ગુનો બને છે. જરૂર પડ્યે આવી, કાર્યવાહી કરીશું.
તદ્દન ખોટા અહેવાલો, ગુનાહિત માનસવાળા વ્યક્તિએ પ્રસારિત કરાવ્યાઃ એડવોકેટ અનિલ દેસાઇ
ફાયરિંગની ઘટના રાકેશ રાજદેવના નિકટત્તમ નામાંકિત એડવોકેટ અનિલભાઈ દેસાઈએ કહ્યું હતું કે, આ સમાચાર મનઘડત, માલાફાઈડ ઈરાદાથી, તદ્દન બેઈઝલેસ સાથે સોશિયલ મીડિયામાં અહેવાલ ગુનાહિત માનસિક્તા ધરાવતા વ્યક્તિએ પ્રસારિત કરાવ્યા છે. આવા ખોટા સમાચાર પાછળ આવા શખસનો રાકેશ રાજદેવને બદનામ કરવાનો મલીન ઇરાદો સ્પષ્ટ દેખાય છે. સમાચારમાં તથ્ય નથી અને ગેરમાર્ગે દોરવાના ઈરાદે જ છે. આવું કૃત્ય કરનારા કોઈપણ હશે તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ એડવોકેટ દેસાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું.
