રાજકોટની સોની બજાર-સામા કાંઠે ‘ચાંદી’એ ચમક છીનવી: દરરોજ 3000 કિલો દાગીનાનું મેન્યુફેક્ચરિંગ 500 કિલોએ પહોંચી ગયું
વિશ્વવિખ્યાત રાજકોટની સોના-ચાંદી માર્કેટ અને ખાસ કરીને સિલ્વર મેન્યુફેક્ચિંરગ સેક્ટર પર ચાંદીના ભાવમાં આવેલા અચાનક ઉછાળાએ ગંભીર અસર કરી છે. છેલ્લા છ મહિનાથી સોનાની સાથે ચાંદી પણ સતત સપાટીએ આગળ વધી રહી છે અને આજે ચાંદીનો ભાવ 3 લાખ રૂપિયાને પાર કરી ગયો છે. જેના પગલે રાજકોટની ચાંદી ઉદ્યોગ જાણે હચમચી ગયો છે. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અંદાજે 1500 જેટલા વર્કશોપમાં રોજ હજારો કિલો ચાંદીના દાગીનાનું ઉત્પાદન થતું હતું. જેમાં પાયલ, કંદોરા, કડાં તેમજ ઇટાલિયન જવેલરીનો સમાવેશ થાય છે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે દરરોજ અંદાજે 3000 કિલો થતું ઉત્પાદન ઘટીને માત્ર 500 કિલો સુધી સીમિત રહી ગયું છે.

રાજકોટ સિલ્વર મેન્યુફેક્ચિંરગ એસો.ના પ્રમુખ અલ્પેશભાઈ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બે થી અઢી લાખ જેટલા લોકો સીધા કે આડકતરી રીતે ચાંદીના દાગીના બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ ચાંદીના વધતા ભાવને કારણે રિટેલ અને હોલસેલ વેપારીઓ તરફથી માત્ર જરૂરી ખપ પૂરતી જ ખરીદી થઈ રહી છે. નવરાત્રી બાદ વેપારીઓ અને કારીગરો નવરાઘુપ બેસી ગયા હોવાની િંચતા પણ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા ઓર્ડરો મળતાં બંધ થઈ ગયા છે અને જુના પેમેન્ટ પણ અટવાઈ ગયા છે, જેના કારણે બંને બાજુથી સંકટ ઉભું થયું છે.
આ પણ વાંચો :ગમે ત્યારે ડિમોલિશન: રાજકોટના જંગલેશ્વરના દબાણકારોને હવે ફાઇનલ નોટિસ અપાશે: લોકો વેરાબિલ, લાઇટ બિલ સિવાયના પુરાવાઓ ન આપી શક્યા

વેપારીઓનું કહેવું છે કે હાલની સ્થિતિમાં કોરોના કાળની યાદો ફરી તાજી થઈ રહી છે. ત્યારે સૌથી મોટી િંચતા એ છે કે ચાંદીના ભાવ ક્યાં જઈને અટકશે તે અંગે કોઈ સ્પષ્ટતા દેખાતી નથી. જો ભાવમાં સ્થિરતા નહીં આવે તો આગામી સમયમાં રાજકોટની સિલ્વર ઇન્ડસ્ટ્રી માટે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

લગ્નની સિઝન ફેઇલ, જૂના પેમેન્ટ ટ્રાન્સફર થતા નથી
દાગીના બનાવતા કારખાનાઓમાં સામાન્ય રીતે તૈયાર માલ સામે કાચો માલ ખરીદનારને ચૂકવણી થતી હોય છે, પરંતુ હાલના સંજોગોમાં અનેક યુનિટોમાં તાળા લાગી ગયા છે. એક તરફ ઉત્પાદન ઠપ્પ થતું જઈ રહ્યું છે તો બીજી તરફ જુના પેમેન્ટ્સ ટ્રાન્સફર થવામાં પણ ભારે અડચણો ઊભી થઈ છે. ચાંદીના વધતા ભાવને કારણે વેપારીઓ દ્વારા ઓર્ડરો કેન્સલ કરવામાં આવી રહ્યા છે, જેના સીધા અસર સિલ્વર મેન્યુફેક્ચિંરગ સેક્ટર પર પડી છે. લગ્નની સિઝન શરૂ થવા છતાં ભાવવધારાની અસર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, જેના કારણે દાગીનાની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વેપારીઓનું કહેવું છે કે જો ચાંદીના ભાવમાં ટૂંક સમયમાં સ્થિરતા નહીં આવે તો આગામી સમયમાં રાજકોટની ચાંદી ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો પરિવારો માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
