આજે એક કલાક સુધી રાજકોટના રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાથી બનશે ‘રંગીન’ : સાંજે 7 વાગ્યાથી આતશબાજી શરૂ થશે
આજે આખા દેશમાં ધનતેરસની શુકનવંતી ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા ભવ્યાતિભવ્ય આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજે શનિવારે સાંજે સાત વાગ્યાથી રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ઉપર એક કલાક સુધી થનારી આતશબાજીમાં 18 પ્રકારના ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો :CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ : સ્પેશિયલ 26 ટીમને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો
આ અંગે મેયર નયનાબેન પેઢડિયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનિષ રાડિયા સહિતનાએ જણાવ્યું કે આજે સાંજે 7 વાગ્યાથી આતશબાજી શરૂ થશે. આ આતશબાજીમાં કોમેન્ટ, માઈન્સ, એરિયલ શોટ, 240 મલ્ટીકલર એરિય શોટ, 120 મલ્ટીકલર શોટ, 100 શોટ (ક્રેકલિંગ), 100 શોટ (મ્યુઝિકલ), 100 શોટ (સાયરન), નાયગ્રા ફોલ્સ, હેપ્પી દિવાલી બોર્ડ, પિકોક, ઝાડ થ્રી ઈન વન ખજૂરી, ઝાડ સૂર્યમુખી, ઝાડ પામ, ઝાડ ગોલ્ડન સ્ટાર, ઝાડ ઈલેક્ટ્રિક ખજૂરી, ઝાડ અશોકચક્ર અને તારા મંડળ મોટા એમ 18 પ્રકારના ફટાકડા ફોડવામાં આવશે.
આ પણ વાંચો :દાદા સરકારનું નવું મંત્રીમંડળ : ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમમાં કોણે કેટલો અભ્યાસ કર્યો? જાણો કોણ છે સૌથી વધુ ભણેલું
આ માટે લોકોને વહેલાસર ગ્રાઉન્ડ પર પહોંચી જવા અને કાર્યક્રમમાં આવનારને બહુમાળી ભવન સામેના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી તેમજ શ્રી વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના ગેઈટ પરથી એન્ટ્રી આપવામાં આવશે. આ માટે કોઈ જ પ્રકારના પાસની જરૂરિયાત રહેશષ નહીં.
