રાજકોટના PGVCLના અધિકારએ કોન્ટ્રાકટરની પત્નીને બનાવી હવસનો શિકાર : અવાર નવાર હોટલમાં બોલાવી આચર્યું દુષ્કર્મ
રાજકોટના પીજીવીસીએલ અધિકારી પર કોન્ટ્રાક્ટરની પત્ની દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પીજીવીસીએલનો કોન્ટ્રાકટર કોઈ ગુનામાં જેલમાં હતો. જેથી કામના બિલ પાસ કરાવવા સહિતની કામગીરી માટે તેની પત્ની અધિકારીને મળવા જતી હતી. ત્યારે અધિકારીએ પરિચય કેળવી હવસનો શિકાર બનાવી હતી.જેથી આ મામલે પોલીસે હાલ રાજકોટ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ ખાતે આઈઆરઓ તરીકે ફરજ બજાવતા અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બનાવ અંગે વિગત મુજબ ધ્રોલ પોલીસમાં કોન્ટ્રાકટરની પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં પીજીવીસીએલ કચેરીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ રાજકોટ ખાતે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણાનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમના પતિ થોડા સમય કોઈ ગુનામાં જેલમા બંધ હતા. આ દરમિયાન પીજીવીસીએલના બાકી બિલ બાબતે કોન્ટ્રાક્ટરની પત્ની જામનગર સ્થિતિ પીજીવીસીએલ કચેરીમાં અધિકારી હિતેન્દ્રસિંહ રાણાના સંપર્કમાં આવી હતી. આ દરમિયાન પીજીવીસીએલ અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની ઉપર નજર બગાડી હતી અને બાદમાં દુષ્કર્મ પણ આચર્યું હતું. પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગત પ્રમાણે વર્ષ 2021થી 2024 સુધી ફરિયાદી પર છેડતી અને દુષ્કર્મ કર્યું હતું.
સમગ્ર મામલે જામનગર જિલ્લા પોલીસના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, આરોપીએ બિલ પાસ કરી દેશે. બિલના નિકાલ થઈ જશે તેવી લાલચ આપી હતી. બિલ પાસ કરવાની કામગીરી માટે ધ્રોલની હોટલમાં બોલાવી પ્રથમ વખત દુષ્કર્મ આચાર્યુ પછી અવાર નવાર હોટલે બોલાવી કુકર્મ કરતો હતો.હાલ તેની શોધખોળ કરવામાં આવી રહી છે.