ખામીને ‘ખૂબી’ બનાવતી રાજકોટની જલપરી: નીતિ રાઠોડને રાષ્ટ્રીય પુરસ્કાર,હવે એશિયન ગેઈમ્સ માટે તૈયારી, વાંચો નીતિની સિદ્ધિ વિશે
- બેસીશ નહીં વિધાતાના લેખના ભરોસે, જો ક્ષમતા હશે તો લેખ પણ બદલી જશે…
- તેજલબેન અને રાકેશભાઈ રાઠોડની એકની એક દીકરી ડાઉન સીન્ડ્રોમ સાથે જન્મી પણ ક્ષમતા થકી
- સફળતાની છલાંગ લગાવી: વિપુલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ 7-7 ગોલ્ડમેડલ મેળવ્યા: રાષ્ટ્રપતિના
- હસ્તે એવોર્ડ: : `વોઈસ ઓફ ડે’ની ખાસ ગેસ્ટ બનતી નીતિ
`વધુ એક પ્રયત્ન સફળતા તરફ, બેસીશી નહીં વિધાતાના લેખના ભરોસે, હશે જો અતૂટ ક્ષમતા તો વિધાતા પણ બદલી નાખશે લેખ, થાકી જઈશ તો લઈશ ઘડીક વિસામો, પણ દુનિયાને સફળ તો થઈને બતાડીશ… કાવ્યની આ પંક્તિ રાજકોટની નીતિ રાઠોડે… ખામી સાથે જન્મેલી નીતિએ આ કમજોરીને તાકાત બનાવી પેરા સ્વિમિંગમાં ૭-૭ વખત ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી રાજકોટનો ઐતિહાસિક રેકોર્ડ રચી દીધો છે. હવે તે એશિયન ગેઈમ્સ અને વર્લ્ડ પેરા ગેઈમ્સ માટે તૈયારીઓ કરી રહી છે.
`વોઈસ ઓફ ડે’ની શુભેચ્છા મુલાકાતે આવેલા નીતિ એમના પપ્પા રાકેશભાઈ રાઠોડ (પ્રિન્સિપાલ ગુલુકુલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ), મમ્મી તેજલબેન રાઠોડ તેમજ નીતિને નેશનલ સ્વિમર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર કોચ વિપુલ ભટ્ટે સ્વિમિંગની સફર રજૂ કરી હતી.નીતિ રાઠોડનો જન્મ વર્ષ ૨૦૦૫માં થયો હતો. બૌધ્ધિક વિકલાંગતા-ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મી હતી પરંતુ સ્વિમિંગ માટેના જુસ્સાએ તેને રમત-ગમતમાં નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરિત કર્યું છે. વર્ષ ૨૦૧૨માં સ્વિમિંગ શરૂ કર્યું હતું. રાજકોટ, ગુજરાતના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ ખાતે પ્રશિક્ષિત કોચ વિપુલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ નીતિએ તેની કુશળતા અને તેની સ્વિમિંગ તકનીક વિકસાવવાનું શરૂ કર્યું.
જ્યારે તેણે પ્રથમ વખત પુલમાં ડુબકી મારી ત્યારે નીતિએ સ્વિમિંગ માટેની સ્વાભાવિક લગાવ દર્શાવ્યો.તેની અવિરત તાલીમ અને અડગ પ્રતિબધ્ધતાએ ટૂંક સમયમાં ફળ આપ્યું કારણ કે તેણે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કર્યું. નીતિની સિધ્ધિઓ તેના મહેનત, ધીરજ અને સ્વિમિંગ પ્રત્યેના જુસ્સાનો પુરાવો છે. નીતિ સમગ્ર રાજકોટ-સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં એકમાત્ર સમગ્ર એસ-૧૪ કેટેગરીમાં પેરા-સ્વિમર છે, જેને રાષ્ટ્રીય સ્તરે પોતાની આવડત અને મહેનત વડે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનું નામ ગુંજતુ કર્યું છે.
નીતિની આ રહી સફળતા
વર્ષ ૨૦૧૫: એસઓજી (સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત)માં ઈવેન્ટ, ફ્રી સ્ટાઈલ ૨૫ મીટર અને ૫૦ મીટર-રાજકોટમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
વર્ષ ૨૦૧૫: એસઓજી (સ્પેશિયલ
ઓલિમ્પિક ગુજરાત) દ્વારા આયોજિત
રાજ્યકક્ષાની સ્પર્ધામાં
ફ્રી સ્ટાઈલ ૨૫ મીટર-પ્રથમ સ્થાન, ફ્રી સ્ટાઈલ ૫૦ મીટર-પ્રથમ સ્થાન
વર્ષ ૨૦૧૮માં સ્પેશિયલ
ઓલિમ્પિક ભારતમાં
ઈવેન્ટ: ફ્રી સ્ટાઈલ ૫૦ મીટર-પ્રથમ સ્થાન મેળવ્યું (ગોલ્ડમેડલ)
ઈવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ ૫૦ મીટર-ત્રીજું સ્થાન મેળવ્યું (બ્રોન્ઝ મેડલ)
વર્ષ ૨૦૧૯: ખેલ મહાકુંભમાં
ફ્રી સ્ટાઈલ ૧૦૦ મીટર-દ્વિતીય, બટરફ્લાય ૧૦૦ મીટર-દ્વિતીય, બેકસ્ટ્રોક ૧૦૦ મીટર-દ્વિતીય
વર્ષ ૨૦૨૨: XXI રાષ્ટ્રીય
પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં
બેકસ્ટ્રોક સ્ટાઈલ ૧૦૦ મીટર-દ્વિતીય સ્થાન મેળવ્યું (સિલ્વર મેડલ), બટરફ્લાય ૧૦૦ મીટર-પ્રથમ સ્થાન મેળવ્યું (ગોલ્ડમેડલ)
વર્ષ ૨૦૨૨: આંતરરાષ્ટ્રીય કક્ષાની વિશેષ
ઓલિમ્પિક ભારત સ્પર્ધા માટે પસંદગી
વર્ષ ૨૦૨૪-XXIII- રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં
ઈવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ ૧૦૦ મીટર-દ્વિતીય સ્થાન
વર્ષ ૨૦૨૪-ડડઈંટ:રાષ્ટ્રીય
પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં
ઈવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ ૧૦૦ મીટર પ્રથમ સ્થાન (ગોલ્ડમેડલ), ફ્રી સ્ટાઈલ ૧૦૦ મીટર-દ્વિતીય સ્થાન (સિલ્વર મેડલ)
વર્ષ ૨૦૨૪- સાઈવસ ઈન્ડિયા ઓપન રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધા-૨૦૨૪
સ્થળ: ચેન્નઈ-તમિલનાડુ
ઈવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ ૨૦૦ મીટર-પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ), ફ્રી સ્ટાઈલ ૨૦૦ મીટર-પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ) મેળવેલ છે.