રાજકોટના ભાર્ગવ જાનીએ ‘ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ’માં વટ્ટ પાડી દીધો! ગુજરાતના 30 બાળકોના ગ્રુપે ધમાકેદાર તબલા પર્ફોમન્સથી લોકોને કર્યા મંત્રમુગ્ધ
કહેવાય છે કે ગુજરાતીઓ કોઇ પણ જગ્યાએ કોઈપણ ક્ષેત્રમાં પાછળ પડતાં નથી અને તેમાં પણ વાત રાજકોટની આવે તો કહેવાપણું આવે જ નહીં. આજે રાજકોટ અને રાજકોટના લોકો પોતાની આગવી કળાથી વિશ્વફલક પર નામ રોશન કરી રહ્યા છે ત્યારે રાજકોટના તબલા ગુરુ ભાર્ગવ જાની અને તેમના ગ્રુપે તાજેતરમાં રિયાલિટી શો ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં ધમાકેદાર પર્ફોમન્સ કરીને જજ-ઓડિયન્સ અને સમગ્ર ભારતની જનતાના દિલ જીતી લીધા હતા.

માસ્ટર બ્લાસ્ટર તબલાવાદક ભાર્ગવ જાની
અમરેલી ફોરવર્ડ હાઇસ્કુલના વિદ્યાર્થી અને ગુજરાતના માસ્ટર બ્લાસ્ટર તબલાવાદક ભાર્ગવ જાની તાજેતરમાં જ તેમના ગ્રુપ સાથે ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ શોમાં પહોંચ્યા હતા. ભાર્ગવ જાની જે હાલ રાજકોટ રહે છે તેણે પોતાના 30 નાના નાના શિષ્યો સાથે ઇન્ડિયા ગોટ ટેલેન્ટ માં ધમાકેદાર પરફોર્મ કર્યું અને રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ધમાકેદાર પર્ફોમન્સે માત્ર જજ અને ઓડિયન્સને જ નહીં પરંતુ સમગ્ર ભારતને ડોલાવી દીધું હતું.

જ્યારે આ 30 લોકોનું ગ્રુપ સ્ટેજ પર પોતાનું પર્ફોમન્સ કરી રહ્યું હતું ત્યારે તેમની આંગળીઓની મુવમેન્ટ તબલા પર એક સાથે પડતાં લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. દરેક તાલ એકસાથે જોઈને ત્રણેય જજ શાન, મલાઇકા અરોરા અને નવજોત સિંહ સિધ્ધુએ ભરપૂર વખાણ કર્યા હતા અને મલાઇકા અરોરાએ તો એમ પણ કહ્યું હતું નકે આજે ઉસ્તાદ ઝાકિર હુસૈન સર જીવિત હોત તો આ જોઈને અત્યંત ખુશની લાગણી અનુભવત. ત્યારે aa “જડબાતોડ પ્રદર્શન” ભાર્ગવ જાની અને તેમના ગ્રુપને અભિનંદન આપવામાં આવી રહ્યા છે અને સેમિફાઇનલ માટે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

ગુજરાતના જમાઈ શાન
એપિસોડમાં જ્યારે રીલીઝ કરવામાં આવ્યો ત્યારે સૌપ્રથમ તેઓ ગુજરાતના જમાઈ વિશે વાત કરી રહ્યા હતા કે ત્યારે સૌ કોઈ મૂંઝવણમાં મુકાઇ ગયા કે કોણ છે ગુજરાતના જમાઈ જેમના માટે આ બધી તૈયારીઓ કરવામાં આવી છે અને ગિફ્ટ્સ લાવવામાં આવ્યા છે ત્યારે શાન કહે છે કે હું છુ ગુજરાતનો જમાઈ. ઉલ્લેખનીય છે કે સિંગર શાનના લગ્ન ગુજરાતની દીકરી સાથે થયા છે.

શાનની પત્ની રાધિકા ગુજરાતી
શાનની પત્ની રાધિકા ગુજરાતી તરીકે જાણીતી છે, તેણીની કારકિર્દી તે દિવસોમાં શરૂ થઈ હતી જ્યારે તેણી શાનને ડેટ કરવાનું શરૂ કરતી હતી. જોકે, રાધિકા મુખર્જીના કૌટુંબિક પૃષ્ઠભૂમિ વિશે બહુ ઓછું જાણીતું છે, તે જાણીતી છે કે તે એક ગુજરાતી પરિવારમાંથી આવે છે, અને રાધિકા મુખર્જીનું જન્મસ્થળ ગુજરાત હોવાનું માનવામાં આવે છે.

શાન અને રાધિકા એક દિવસ દરિયા કિનારે ગયા, અને ત્યાં, શાને રાધિકાને પૂછ્યું, “આ સમુદ્ર, આ આકાશ અને આ પવન સાક્ષી છે: શું તું મારી સાથે લગ્ન કરીશ?” રાધિકા વિલંબ કર્યા વિના સંમત થઈ ગઈ, પરંતુ વાસ્તવિક કસોટી હજુ આગળ હતી, કારણ કે શાને રાધિકાના માતા-પિતાને મનાવવાના હતા.
આ પણ વાંચો : ભવ્ય..દિવ્ય..દૈદીપ્યમાન..દીપોત્સવ! આજે દેશભરમાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે મનાવાશે દિવાળી
માતા-પિતા સંમત થયા પછી, રાધિકા અને શાન 2000 માં લગ્નના બંધનમાં બંધાયા. તેમના લગ્નને 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને તેઓ એક મજબૂત દંપતી છે. ગાયક શાન અને રાધિકા બે પુત્રોના માતાપિતા છે: મોટો પુત્ર સોહમ અને નાનો પુત્ર શુભ.
