રાજકોટના ભક્તિનગર સ્ટેશનનો રૂ.26.80 કરોડના ખર્ચે થઇ રહ્યો છે કાયાકલ્પ! ‘અમૃત ભારત યોજના’ અંતર્ગત મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ, રાજકોટ શહેરની મધ્યમાં આવેલ ભક્તિનગર સ્ટેશનનો વ્યાપક કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્રમાં સ્થિત હોવાને કારણે આ સ્ટેશન આ વિસ્તારની આર્થિક અને સામાજિક જીવાદોરી સમાન માનવામાં આવે છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કુલ 26.80 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. દરરોજ સરેરાશ 4,700 મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્ટેશનનું આધુનિકીકરણ મુસાફરો માટે વિશ્વસ્તરીય પ્રવાસનો અનુભવ સુનિશ્ચિત કરશે.
ભક્તિનગર સ્ટેશન પર અત્યાર સુધીમાં પ્લેટફોર્મ નંબર 1 પર કોટા સ્ટોન ફ્લોિંરગ અને પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 પર વધારાના નવા કવર શેડ લગાવવામાં આવ્યા છે. વિશાળ માળખાગત સુવિધા 8,600 ચોરસ ફૂટમાં સ્ટેશન બિિંલ્ડગનું અપગે્રડેશન અને 2,760 ચોરસ ફૂટનો વિશાળ કોનકોર્સ હોલ બનાવાયો છે. એસીપી ક્લેિંડગ સાથે સ્ટેશન બિિંલ્ડગને નવો લુક આપવામાં આવ્યો છે. સાથે જ સરળ ટ્રાફિક માટે અલગ-અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર બનાવવામાં આવ્યા છે.મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ વાતાનુકૂલિત વેઇિંટગ રૂમ, આધુનિક વીઆઈપી રૂમ અને અદ્યતન સ્વચ્છતા સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત મુસાફરો માટે 25,685 ચોરસ ફૂટમાં વિસ્તૃત ગાર્ડન અને શિર્ક્યુલેટિન્ગ એરિયામાં ટેન્સાઈલ રૂફ પોર્ચનું નિર્માણ. ફોર-વ્હીલર, ટુ-વ્હીલર અને દિવ્યાંગ મુસાફરો માટે બહેતર પાર્કિંગ વ્યવસ્થા કકરવામાં આવી છે.
મુસાફરોની સરળ અવરજવર માટે 12 મીટર પહોળો મુખ્ય ફૂટ ઓવર બ્રીજ (રાજકોટ સાઈડ) નિર્માણાધીન છે, જે 4 આધુનિક લિફ્ટથી સજ્જ હશે. બીજો 3.66 મીટર પહોળો વધારાનો ફૂટ ઓવર બ્રિજ (વેરાવળ સાઈડ) નિર્માણાધીન છે, જે 2 આધુનિક લિફ્ટથી સજ્જ હશે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભક્તિનગર સ્ટેશનનો આ પુનવિકાસ મુસાફરો માટે સુગમતા અને ગૌરવપૂર્ણ પ્રવાસનો નવો માપદંડ સ્થાપિત કરશે. સ્ટેશન પર ભીડ ઓછી થવાથી માત્ર સમયની બચત થશે એટલું જ નહીં, પરંતુ આધુનિક માહિતી પ્રણાલી અને બહેતર લાઈિંટગથી સુરક્ષાનું વાતાવરણ પણ મજબૂત થશે.
