Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આજે રાજકોટ ભીની આંખે આપશે વિજયભાઈને વિદાય : અંતિમ દર્શન-અંતિમ સંસ્કાર માટે આ 4 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા

Mon, June 16 2025

રાજકોટ જ નહીં બલ્કે ગુજરાતના લોકલાડિલા, મહામૂલા સહિતના અનેક શબ્દોથી જેમને નવાજવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવશે તેવા વિજયભાઈ રૂપાણીને આજે સમગ્ર રાજકોટ ભીની આંખે વિદાય આપશે. આજે બપોરે 2ઃ30 વાગ્યે વિજયભાઈનો પાર્થિવ દેહ ગ્રીનલેન્ડ ચોકડીએ આવી ગયા બાદ શહેરીજનો પોતાના પ્રિય નેતાની છેલ્લી ઝલક નિહાળવા તેમજ અંતિમ દર્શન કરવા માટે રસ્તાઓ પર ગોઠવાઈ જશે. બીજી બાજુ કોઈ જ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા પણ અલાયદી તૈયારી કરવામાં આવી હતી સાથે સાથે કમલમ્‌‍ કાર્યાલય ખાતે શહેર ભાજપ સંગઠનની મળેલી બેઠકમાં દરેક કોર્પોરેટરોને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હતી.

બપોરે વિજયભાઈનો પાર્થિવ દેહ ગ્રીનલેન્ડ ચોકડીએ આવી પહોંચ્યા બાદ ત્યાંથી કૂવાડવા રોડ ડી-માર્ટ ચોક, રણછોડદાસ આશ્રમ, ડિલક્સ ચોક, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ બેડીનાકા જતા, હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપર, અરવિંદભાઈ મણિયાર હોલ, ચૌધરી હાઈસ્કૂલ ચોક, ધરમ સિનેમા (આર.વર્લ્ડ), બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ રેસકોર્સ, રૈયારોડ, આઝાદ ચોક, નરેન્દ્ર પારેખ માર્ગ, હનુમાનમઢી ચોક, નિર્મળા રોડ, નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટીમાં `પુજિત’ મકાન સુધી શબવાહિની પસાર થવાની હોય આ તમામ રસ્તે વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કિંગ રહેશે. આ ઉપરાંત શબવાહિની પસાર થવાના સમય દરમિયાન ઉપરોક્ત રૂટ ઉપર બન્ને બાજુની શેરીમાંથી કોઈ પણ પ્રકારના વાહનો અંતિમયાત્રા-શબવાહિનીને ક્રોસ કરી શકશે નહીં તેવું જાહેરનામું ઈન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અંતિમ દર્શન તેમજ અંતિમ સંસ્કાર સમયે હજારો લોકો હાજર રહેવાની શક્યતા હોવાથી પોલીસ દ્વારા ચાર સ્થળે પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરમિયાન રવિવારે સાંજે ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા શબવાહિની પસાર થવાનો રૂટ, અંતિમયાત્રાનો રૂટ સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આજે રાજકોટમાં વિજયભાઈનું અંતિમ પ્રયાણ : બપોરે 2 વાગ્યે પાર્થિવ દેહ હીરાસર એરપોર્ટ પહોંચશે, સાંજે 6 વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર

જ્યારે સાંજે કમલમ્‌‍ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવેના વડપણ હેઠળ સંગઠનના હોદ્દેદારો તેમજ કોર્પોરેટરોની બેઠક મળી હતી જેમાં તમામને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

અંતિમ દર્શન-અંતિમ સંસ્કાર સમયે કરાયેલી પાર્કિંગ વ્યવસ્થા

  • પાર્કિંગ-1 : VVIP માટે કે.કે.શેઠ ફિઝિયોથેરાપી કોલેજના પાછળના ભાગે, ઓમકાર એપાર્ટમેન્ટની સામેની બાજુ પાર્કિંગ માટે તિરુપતિનગર શેરી નં.1ના ગેટથી પ્રવેશ કરવો
  • પાર્કિંગ-2ઃ નિર્મલા સ્કૂલની અંદરના ભાગે
  • પાર્કિંગ-3ઃ સોજીત્રાનગરમાં આવેલા પાણીના ટાંકાના પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં
  • પાર્કિંગ-4ઃ વીરબાઈ મહિલા કોલેજ, નિર્મલા રોડ ફાયરબ્રિગેડની સામે કોલેજના પાછળના ભાગે
View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

તમામ રૂટનું પોલીસ દ્વારા નિરીક્ષણ, અંતિમ દર્શન માટે ખાસ વ્યવસ્થા કરાઈ

આજે વિજયભાઈ રૂપાણીનું પાર્થિવ શરીર રાજકોટ આવી પહોંચ્યા બાદ બપોરે 4થી 5 વાગ્યા દરમિયાન અંતિમ દર્શન માટે રાખવામાં આવનાર છે ત્યારે તેમાં કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ તૈયારી કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા અંતિમયાત્રા સહિતના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે મંગળવારે રેસકોર્સ ખાતે પ્રાર્થના સભા યોજાવાની છે ત્યાં પણ લોકોની અવર-જવર સુગમ રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થાનું ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, મેયર નયનાબેન પેઢડિયા, કોર્પોરેટરો પુષ્કર પટેલ, ચેતન સુરેજા સહિતનાએ પણ નિરીક્ષણ કરી જરૂરી સુચના આપી હતી.

Share Article

Other Articles

Previous

આજે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓ રાજકોટમાં : વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારમાં રહેશે હાજર

Next

આજે રાજકોટમાં વિજયભાઈનું અંતિમ પ્રયાણ : બપોરે 2 વાગ્યે પાર્થિવ દેહ હીરાસર એરપોર્ટ પહોંચશે, સાંજે 6 વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
12 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
13 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
14 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

મુંબઈ એરપોર્ટ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ કંટ્રોલ રૂમને સતત ત્રણ ફોન આવ્યા, તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
આસામમાં શર્મસાર કરતી ઘટના : 14 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ, હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ઝારખંડ : રાજ્યસભા સાંસદ મહુઆ માજી રોડ અકસ્માતમાં ઘાયલ, મહાકુંભથી પરત ફરી રહ્યા હતા ત્યારે નડ્યો અકસ્માત
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
સુરત : શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં 400થી વધુ દુકાન બળીને ખાક, 30 કલાક બાદ કાબૂમાં ; વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર