- થોરાળામાં માનસિક બીમારીથી કંટાળી 40 વર્ષીય યુવકનો ફાંસો ખાઈ આપધાત
વોઇસ ઓફ ડે, રાજકોટ
શહેરમાં દિન પ્રતિદિન આપઘાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ બે બનાવ સામે આવ્યા છે. ગંગોત્રી પાર્કમાં પરણીતાને પતિ સાથે મામાની દીકરીના લગ્ન પ્રસંગે જવા બાબતે રકજક થતાં લાગી આવતા તેને ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.તેવી જ રીતે થોરાળામાં રહેતા 40 વર્ષીય યુવકે પણ માનસિક બીમારીથી આપઘાત કરી લીધો હતો.
બનાવની વિગતો મુજબ, યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક શેરી નં.રમાં રહેતા 38 વર્ષીય ધારાબેન સાવનભાઈ પટેલે પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. મહિલાના પતિ રૂમમાં આવતા પત્નીને લટકતી હાલતમાં જોઈ જતા બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં 108 ના સ્ટાફે સ્થળ પર પહોંચી ધારાબેનને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલાના મામાની દીકરીના લગ્ન આગામી 15મી હોય ત્યારે તેણીએ પતિને સાથે આવવાનું કહેતા તેના પતિએ દિવાળીની રજાઓ પૂરી થઈ હોય કામ જોય જેથી પત્ની અને બાળકોને જવાવ માટે કહ્યું હતું અને પોતે કામ પૂરું કાર્ય બાદ લગ્નમાં હાજરી આપવાનું જણાવ્યું હતું. જે વાતનું લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધું હતું.મહિલાના પતિ શાપર-વેરાવળમાં આંગડિયા પેઢી ચલાવે છે. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ઘેરો શોક છવાયો હતો.
બીજા બનાવમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલ વિનોદનગર શેરી નં. ૧ માં રહેતા દિલીપભાઈ નારણભાઈ રત્નોતર (ઉ.વ. ૪૦)ના પત્ની બાળકો સાથે દિવાળી વેકશન મળવા માવતરે ગયા હતા ત્યારે પાછળથી યુવકે ઘરની છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.ઘટના અંગે જમાં થતાં આજુબાજુના લોકોએ 108 ને જાણ કરતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દિલીપ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોય અને કેટલાક સમયથી તેની માનસિક બીમારીની દવા ચાલુ હોય ત્યારે આ બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું સામે આવે છે. યુવકના મોતથી પાંચ પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
