રાજકોટ : “તે મને બીજા લગ્ન કરવા નહીં દઈ મારી જિંદગી કેમ બગાડી” ચિઠ્ઠીમાં લખી પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યું
શહેરના કાલાવડ રોડ પર કેવક્ષમ રેસીડેન્સી નજીક આવેલા પ્રેમીના આવાસ કક્વાર્ટરમાં 13 વર્ષથી પત્ની તરીકે રહેતી પ્રેમિકાએ સુસાઈડ નોટમાં “તે મને બીજા લગ્ન નહીં દઈ મારી જિંદગી શું કામ બગાડી તે સહિતની વિગતો લખી ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવમાં પોલીસે ટંકાર રહેતા પ્રેમી રફીક નામના શખસ વિરુદ્ધ મરવા મજબુર કર્યો અંગેની કલમના આધારે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ, કેવલમ રેસીડેન્સી પાસેના આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં. ૨૧ કક્વાર્ટર નં. ૧૫૫૩માં રૂક્શાનાબેન ઓસમાણભાઈ જુણેજા (ઉં.વ.32) નામની પુવતીએ બુધવારે રાત્રિના અહીં પંખામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના અંગે મૃતકના બાઈ ઈમ્તિયાઝ જુણેજાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં મોરબીના ટંકારા ગામે રહેતા રફીક નામના શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બુધવારે સાંજના ૬:૩૦ વાગ્યા આસપાસ ફરિયાદીને બહેન નજમાનો ફોન આવેલ અને જણાવેલ કે રૂકશાનાબેન કોન ઉપાડતા નથી જેથી ઈમ્તિયાઝભાઈ બહેન અંગે કોઈ ભાળ મળી ન હતી. પ્રધુમનનગર પોલીસ મથકમાં રૂકસાના ગુમ હોય જેની જાણ કરવા માટે ગયા હતા.
ત્યાથી ઘરે પરત કરતા નજમાબેન ના ફોનમાં રફીક કરીને કોઈ શખસનો ફોન આવેલ અને જણાવેલ કે, રૂકસાના ૪ વાગ્યા આસપાસ કેવલમ રેસીડેન્સી નજીક આવેલા તેમના આવાસ ક્વાર્ટરમાં આંટા મારતી હતી
પરિવારે રૂકસાનાના કપડાં અને પાકીટ ચેક કરતા જેમાં એક ચિઠ્ઠી મળી આવેલ જેથી પરિવાર તુરંત કરી પ્રધુમનનગર પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ તેમજ પરિવારે સતત તેણીના મોબાઈલમાં ફોન કરતા રાત્રિના ૧૦ વાગ્યે આસપાસ રૂકસાનાનો ફોન પોલીસે ઉપાડેલ અને તેણીએ કેવલમ રેસીડેન્સી પાસેના આવાસ યોજના ક્વાર્ટરમાં ગળાઠાંસો ખાઈ લીધો હોવાની જાણ કરી હતી. પરિવારના સભ્યો સ્થળ પર પહોંચતા મૃતદેહની નજીક પોલીસને એક ચિઠ્ઠી મળી આવેલ જેમાં લખ્યું હતું કે, રફીક તે મારી સાથે શું કામ આવું કર્યું. તે મને બીજા લગ્ન કરવા નહીં દઈ મારી જિંદગી શું કામ બગાડી તે સહિતની વિગતો જણાવી હતી.
પોલીસે સુસાઈડના આધારે ટંકારા રહેતા રફીક નામના રાખસ વિરુદ્ધ મરવા મજબૂર કર્યો હોવાના ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યુવતી પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટનો સારાંશ..?
કેવલમ રેસીડેન્સી પાસેના આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી ૩૨ વર્ષીય રૂકશાના જુણેજા પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેણીએ જણાવ્યું હતું કે, પ્રેમ સંબંધના ૧૭ વર્ષ અને નિકાહના ૧૩ વર્ષ બાદ રફિકે સંબંધ રાખવા માટે ના પાડી દીધી હોય પ્રેમીના ઘરે માથાકૂટ થતાં તેણે યુવતીને મરી જવાનું કહ્યું હતું. પ્રેમીએ જ તેના બીજે લગ્ન ન થવા દીધા હતા.જે બાદ દગો મળતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.