રાજકોટ : ‘અરજન્ટ’ હટાવાયેલા સેક્રેટરી રૂપારેલિયાને ઈસ્ટ ઝોનના આસિ. કમિશનરનો ચાર્જ સોંપાયો
તાજેતરમાં જ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અરજન્ટ બિઝનેસ દરખાસ્તને બહાલી આપી રાજકોટ મ્યુનિસિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં એચ.પી.રૂપારેલિયાને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી તેમને કમિશનર વિભાગના હવાલે કરાયા બાદ હવે મ્યુ.કમિશનર દ્વારા રૂપારેલિયાએ ઈસ્ટ ઝોનના ઈન્ચાર્જ મદદનીશ કમિશનર તરીકે મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. બીજી બાજુ મ્યુનિસિપલ સેક્રેટરી તરીકેનો ચાર્જ ધવલ જેસડિયાને સોંપવામાં આવ્યો છે. ઈસ્ટ ઝોનના ઈન્ચાર્જ મદદનીશ કમિશનર તરીકે સમીર ધડુક પાસે ચાર્જ હતો જેમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો :રાજકોટની તિજોરી કચેરીમાં કર્મચારીઓની અનિયમિતતા : ઉડાવ જવાબથી અરજદારો હેરાન-પરેશાન
હવે ઈસ્ટ ઝોનના ઈન્ચાર્જ મદદનીશ કમિશનર તરીકે એચ.પી.રૂપારેલિયા, સેન્ટ્રલ ઝોનના મદદનીશ કમિશનર તરીકે બી.એલ.કાથરોટિયા અને વેસ્ટ ઝોનના મદદનીશ કમિશનર તરીકે દીપેન! ડોડિયા કાર્યરત રહેશે. જો કે આ ફેરફાર માત્રને માત્ર વહીવટી સરળતા માટે જ કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓ અને પદાધિકારીઓ જણાવી રહ્યા છે પરંતુ અરજન્ટ એટલે કે તાત્કાલિક નિર્ણય લેવા પાછળ એક નહીં પણ અન્ય કારણો પણ જવાબદાર હોવાની ચર્ચા મહાપાલિકાના વર્તુળોમાં સાંભળવા મળી હતી. |
