- ભીડભાડથી દુર નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આયોજન : અનેક આકર્ષણો
રાજકોટ
માં આદ્યશકિતની આરાધના સાથે વિસરતી જતી આપણી પ્રાચિન સંસ્કૃતિની ધરોહરને સાચવવા તેમજ આજની યુવા પેઢીમાં ભકિત-શકિત સાથે નૈતિકતાનાં મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી તદ્ન પારિવારીક વાતાવરણમાં યુ.ડી. કલબ આયોજીત ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024 દ્વારા સમગ્ર કડવા પટેલ સમાજનાં ભાઈ-બ્હેન ખેલૈયાઓ માટે નવરાત્રીનું આયોજન હાથ ધરાયું છે.]
રાજકોટનાં બીજા 150 ફુટ રીંગ રોડ ઉપર કટારીયા ચોકડી થી મુંજકા તરફ જતા ઓર્બીટ રોયલ ગાર્ડન ખાતે 25 વિધા જેવી વિશાળ જગ્યામાં 1,00,000 ફુટ નું ગ્રાઉન્ડ તો ફકત ખેલૈયાઓ માટે જ બનાવવામાં આવનાર છે. આ નવરાત્રી મહોત્સવ ફકત ને ફકત કડવા પાટીદાર સમાજનાં ભાઈ-બહેનો પુરતો જ મર્યાદીત રહેશે જેની સર્વે લોકોએ ખાસ નોંધ લેવી. આ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન યુ ડી કલબ્ ના લોગાનું પણ લોન્ચીંગ કરવામાં આવેલ હતું.
આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને સંગીતનું જોમ પુરુ પાડવા 1,50,000 વોટ ની જેબીએલ કંપનીની એ12 સાઉન્ડ સીસ્ટમ રાખવામાં આવેલ છે, આવી સાઉન્ડ સીસ્ટમ સાથે સિંગર યોગીતા પટેલ, મયુર દવે, જય દવે અને ધારા માણેક ખેલૈયાઓ માટે પ્રાચિન અને અર્વાચિન રાસ-ગરબ્ાા અને ગીતો રજુ કરી ડોલવા મજબ્ુાર કરી દેશે.એન્કર દેવાંશી ગોહીલ સ્ટેજ સંચાલન કરશે.
નયનરમ્ય અને મનમોહક લાઈટીંગથી સજ્જ મેદાનમાં એકી સાથે આશરે 10 થી 12 હજાર ખેલૈયાઓ એકી સાથે રમી શકે તેવું સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવેલ છે અને મુખ્ય સ્ટેજ પણ મનમોહકતાની એક અનોખી ઝાંખી કરાવશે. આ નવરાત્રી મહોત્સવમાં જાણીતા સંગીતકાર ગૌરવ પરમાર અને એન્કર તેજશ શિશાંગીયાની ટીમ દ્વારા સંગીત રમઝટ રજુ કરવામાં આવનાર છે.
ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024માં ફીમેલ સિઝન પાસ ફકત રૂ.500, જેન્ટસ સિઝન પાસ ફકત રૂ.800, 8 થી 12 વર્ષનાં બાળકો માટે સિઝન પાસ ફકત રૂ.300 અને કપલ સીઝન પાસનાં ફકત રૂ.1200 જેવી નજીવી કીંમતે કડવા પટેલ સમાજનાં ખેલૈયાઓ માટે રાખવામાં આવેલ છે.
ખેલૈયાઓ માટે પાસ મેળવવા માટેનાં ફોર્મ મેળવવાનું અને ભરીને પરત કરવા માટે ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024 – મધ્યસ્થ કાર્યાલયઃ પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024ને સફળ બનાવવા ટીમ યુડીનાં એડવાઈઝરી ડાયરેકર જીવણભાઈ ગોવાણી, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વશ્નાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સંજયભાઈ જાકાસણીયા, પુષ્કરભાઈ પટેલની આગેવાનીમાં ઉમા ડાયનેમિક કલબ્ાનાં પ્રમુખ પંકજભાઈ કાલાવડીયા તથા સમગ્ર કમીટી મેમ્બર તનતોડ મહેનત કરી રહયા છે.