Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી સાગઠિયાને અન્ય બે કેસમાં જેલમાં જ રહેવું પડશે : સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છતાં કોઈ રાહત નહીં

Tue, September 2 2025

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાના તત્કાલીન TPO મનસુખ સાગઠીયાએ જામીન પર મુક્ત થવા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અરજી મંજૂર કરવામાં આવી છતાં તે જેલમાંથી મુક્ત થશે નહીં અન્ય બે કેસમાં જેલમાં જ રહેવું પડશે.

25 MAY 2024ના TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બની હતી જેમાં 27 લોકોના મોત નિપજ્યાં હતા ત્યારે TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સાગઠિયાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે છતાં આરોપી મનસુખ સાગઠીયાને રાહત મળશે નહીં અન્ય 2 કેસમાં જેલમાં જ રહેવું પડશે.  સાગઠીયા વિરુધ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે ACBમાં તેમજ ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા બદલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયેલ છે જે કેસમાં હજુ જામીન મળેલ ન હોવાથી તેને હજુ પણ જેલવાસ ભોગવવો પડશે. ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠીયાની મુશ્કેલીમાં વધારો થઇ શકે એમ છે કારણ કે મનસુખ સાગઠીયા સામે વધુ એક ફરિયાદ માટે ED દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી જે રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઠરાવ કરી મંજૂરી આપવામાં આવેલ છે જેમાં પણ આગામી દિવસોમાં પુરાવા એકત્રિત કરી ED દ્વારા ફેલિયડ નોંધવામાં આવે તો તેમની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેમ છે.

25 મેનો કાળો દિવસ જે સમગ્ર ગુજરાત ભૂલી શકશે નહીં

25 મેનો દિવસ રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાત માટે ગમગીન બની રહેશે કેમ કે 25 મે-2024 (શનિવાર)ના દિવસે નાનામવા રોડ પર આવેલા ટીઆરપી ગેઈમ ઝોનમાં ભયાનક આગ ફાટી નીકળતાં 27 લોકોએ પોતાના પ્રાણ ગુમાવવા પડયા હતા. આ ગોઝારી ઘટનાને એક વર્ષ વીતી ગયું છતાં હજુ સુધી તંત્રની કાર્યશૈલીમાં કોઈ જ સુધારો થયો હોય તેવું લાગી રહ્યું નથી. આ બનાવમાં જેટલા પણ દોષિત હશે તેમને આજે નહીં તો કાલે સજા અવશ્ય મળશે પરંતુ આ ગોઝારા અગ્નિકાંડને કારણે કોઈએ જુવાનજોધ પુત્ર-પુત્રી ગુમાવ્યા તો કોઈએ પોતાની વ્હાલસોયી બહેન ગુમાવી દીધી હતી તો અમુક યુગલ જ મોતને ભેટી જતાં તેમના સંસારનો અકાળે અંત આવ્યો હતો. 25 મે-2024ની એ સાંજ કે જ્યારે ગેઈમ ઝોનમાં લોકો અલગ-અલગ પ્રકારની ગેઈમ રમવા માટે ગયા હતા. એ સમયે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં આગ લાગવાનું શરૂ થયું હતું અને મિનિટોમાં જ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે અંદર રહેલા 27 લોકોને બહાર નીકળવાનો રસ્તો જ મળ્યો ન્હોતો જેના કારણે આગની જવાળા તેમને ભરખી ગઈ હતી. આ ઘટનાને એક વર્ષ વીતી ગયું છે પરંતુ એ દિવસની પળેપળ હજુ સુધી જનમાનસમાં કાંટાની જેમ ખૂંચી રહી છે.

કોઈએ જુવાનજોધ પુત્ર ગુમાવ્યો, કોઈએ વ્હાલસોયી પુત્રી ગુમાવી તો કોઈએ બહેન ગુમાવી, અમુક યુગલ જ મોતને ભેટયા

હજુ પણ આ રસ્તેથી પસાર થતા પહેલા અનેક લોકો. સો વખત વિચાર કરે છે

જોતજોતામાં 27 લોકો આગમાં થઈ ગયા’તા ખાક મરણ ચિસોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો

પરિવારમાં પાનખરઃ બે આશાસ્પદ પુત્રીઓ અને દીકરા સમાન જમાઈ ગુમાવ્યા:હવે અમારી જિંદગી પણ ઉછીનો શ્વાસ

ખુશાલી, ટીસા અને દીકરા જેવા જમાઈ વિવેકને અગ્નિકાંડમાં ગુમાવી ચૂકેલા માતા-પિતાની વ્યથા

વાત એક વર્ષની છે પણ અમારા માટે જાણે કે વર્ષો વર્ષ વીતી ગયા હોય તેવું ખુશાલી, ટીસા અને દીકરા જેવો જમાઈ વિવેકને અગ્નિકાંડમાં ગુમાવી ચૂકેલા માતા-પિતાની આ વ્યથા છે. ખુશાલી અને ટીસા બંને દીકરીઓ અમીતાબેન અને અશોકભાઈ મોડાસિયાએ આ ઘટનામાં ગુમાવી દીધી અને સાથે પુત્ર જેવો જમાઈ પણ ખુશીઓથી ભરેલો માળો આખો રણ જેવો વેરાન થઈ ગયો.આજે એક વર્ષથી આ પેરેન્ટ્સ ઘરની બહાર નથી નીકળ્યાં, જ્યાં જુઓ ત્યાં દીકરીઓની કીકીયારી યુજે છે.ધોબીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં અશોકભાઈ માટે બંને દીકરીઓ અણમોલ રતન હતી. મોટી દીકરી ખુશાલી તો ધો.૧૨નો અભ્યાસ કરીને પપ્પાને મદદરૂપ થવા કૉલેજનાં અભ્યાસ સાથે જોબ કરતી હતી જ્યારે નાની બહેન ટીસા નાની પણ બહુ સમજુ તે કેરિયર બનાવવા કોરિયા જવાની હતી જેની તૈયારી કરી રહી હતી.ટીઆરપીની ઘટનાના થોડા મહિનાઓ ૨૯ ફેબ્રુઆરીએ મોટી પુત્રી ખુશાલીનાં લગ્ન વેરાવળ ખાતે રહેતાં વિવેક સાથે થયા હતા. શનિ-રવિની રજાને લઈ તેઓ અહીં કરવા આવ્યા હતા,એ દિવસ તો ક્યારેય નહી ભુલાય.ટીઆરપી અને અટલસરોવર જવાનું કહી નીકળ્યાં ને ક્યારેય પાછા ન આવ્યા…આ ઘટનાને તાજી કરતાં માતા કહે છે,કે અમને તો ખબર પણ ન હતી.મારી દીકરીની ફ્રેન્ડ અને એનાં પપ્પાને ખબર પડી, ટીસાએ ટી.આર.પી.માં હોથ એ ફોટો સ્નેપચેટમાં અપલોડ કર્યો હતો.આ બનાવ બાદ અમે ક્યાંય જતાં જ નથી, હમણાં તેમને ગમતાં મોલમાં પરાણે ગયા ને પ્રથમ તિથી એ એમને ગમતી વસ્તુઓ લાવ્યા!! જે તારીખે લગ્ન હતા એ જ ૨૯ મેના રોજ અમે અંતિમસંસ્કાર કર્યા…અમે તો ખરતું પાન અને અમારી જિંદગીમાં પાનખર આવી ગઈ…..

છેલ્લા શ્વાસ સુધી આ ઘટના યાદ રહેશે: મહેશ ભરવાડ

(4-5લોકોનો જીવ બચાવનાર )

ટીઆરપી ગેઇમઝોન નજીક ચાની દુકાન ધરાવતા મહેશભાઈ ઉર્ફે ડાયાભાઈ એ “વોઈસ ઓફ ડે” સાથે વાત કરતાં જણાવ્યું કે. 25/5/2024ના લગભગ 5.30 વાગ્યા આસપાસનો સમય હશે. હું ટીઆરપી નજીક આવેલા એક કારખાનામાં ચા દઈને પસ્ત કરી રહ્યો હતો. અચાનક મને ધુમાડો દેખાતા સેડ ઉપર જ બાઈક મૂકી હું અંદર ગયો અને એક પતરું તોડી મેં અને મારી સાથે મદદમાં આવેલા બીજા પાંચથી છ લોકોએ બાળકો સહીત ચારથી પાંચ લોકોને બહાર કાઢઢ્યાં. હું ઘણીવાર ચા દેવા ગેઈમઝોનમાં ગયેલો જેથી મને ખબર હતી કે, ઉપર આવવા- જવા માટે એક જ સીડી છે મેં બીજા લોકોને બચવાવાની કોશિષ કરી પણ આગ બહુ વિકરાળ સ્વરૂપ લઇ ચુકી હતી. આગ લાગ્યાની થોડીવારમાં આગ વિકરાળ બની ગઈ હતી. અંદરથી કોઈનો અવાજ આવતો ન હતો જેથી મદદમાં આવેલા તમામને એવું જ લાગ્યું કે બધાય લોકો બહાર નીકળી ગયા હશે. મારી જિંદગીની આ એવી ઘટના છે જે મને છેલ્લા શ્વાસ સુધી યાદ રહેશે.

અગ્નિકાંડમાં હોમાઈ ગયેલાં સુરપાલસિંહનાં માતા-પિતાની આંખો આજે પણ સુકાઈ નથી, હવે ન્યાયતંત્ર પર આશ…!!

દીકરાની જાન જોડીએ પહેલાં “કાંધ” આપવી પડી, 3 દિવસે DNA પરથી ખબર પડી કે આ જ અમારો “લાડકવાયો” છે

જો દીકરો હોત તો ગઈ દિવાળીએ જ તેની જાન જોડાઈ ગઈ હોત… અને એનો સુખી સંસાર આ ઢળતી ળતી આંખો જોતી હોત… પણ ટી.આર.પી.ની આગમાં જુવાનજોધ પુત્રની રાખ હાથમાં લઈ જોવાનો વાસે આવ્યો… માતા-પિતા માટે આનાથી ખરાબ શું હોય શકે…? એક વર્ષ બાદ પણ સુરપાલસિંહને પળવાર પણ ન ભૂલી શકનાર માતા-પિતાની રડતી આંખો આ લાગણી વ્યક્ત કરી રહી છે. ટીઆરપીનાં અગ્નિકાંડમાં ધ્રોલ તાલુકાના ખાખરા ગામનાં જુવાનજોધ સુરપાલસિહ હોમાઈ ગયા હતા. તેમના પિતા સરી પડયા નહી હોય….!! ઘટના બની ત્યારે બધા બૂમો પાડી પાડીને કહેતા હતા કે કોઈને છોડશું નહીં. હજી સુધી અમે ન્યાય મળ્યો નથી હવે માત્ર ન્યાય તંત્ર પર અમને આશા છે. આજે પણ એ ઘટનાને યાદ કરીએ છીએ સુરપાલસિંહનાં પિતા અનિરુદ્ધસિંહ અને માતા જી સહિતના પરિવારજનો માટે ૩૬૫ દિવસમાંથી એક પણ દિવસ એવો નહીં હોય કે આંખોમાંથી આંસુ ત્યારે કંપી ઉઠીએ છીએ, અગ્નિકાંડની વાત કરતાં પણ અનિરુદ્ધસિંહ ધ્રુજતાં અવાજે કહે છે કે,૩ દિવસ સુધી અમે હોસ્પિટલમાં જ બેઠાં ને ડી.એન.એ.નાં રિપોર્ટ બાદ ખબર પડી કે આ જ મારાં કાળજાનો કટકો છે. આજે પણ બોલતાં બોલતાં પણ પરિવારજનોનું હૈયું ભરાઈ આવ્યું હતું.દિવાળીએ તો દીકરાનાં લગ્ન કરવાનાં હતાં, જાન જોડવાની હતી પણ કાંધ આપવી પડી…એક માતા પિતા માટે આનાથી વધુ શું ખરાબ હોય શકે….?

પોટલામાં ભરેલી લાશોના ડીએનએ કરવા પડયા આવી સ્થિતિ મેં કયારેય નથી જોઇ

ડો.મહેન્દ્ર ચાવડા ( મેડિકલ ઓફિસર)

ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલની સ્થિતિ અંગે વાત કરતા મેડિકલ ઓફિસર ડો. મહેનર ચાવડાએ “વોઈસ ઓફ ડે’ને જણાવ્યું હતું કે, હું ૧૯૯૭ થી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું મારી તબીબી કારકિર્દીમાં ૨૦૦૧નો ધરતીકંપ, સ્વાઈન કલૂ, મોરબી પુલ દુર્ઘટના, કોરોના સહિતની ઈમરજન્સી જોઈ છે. પરંતુ સ્થિતિ ક્યારેય પણ જોઈ ન હતી. આગ લાગ્યાના સમાચાર 9:00 વાગ્યા આસપાસ મળી ગયા હતા જેથી અનુમાન મુજબ બર્ન્સ વિભાગના ડોક્ટરો અને નર્સ ની ટીમ તૈયાર હતી. પરંતુ દર્દીઓને બદલે પોટલા ભરીને લાશો આવી જેમાં કેટલાક મૃતદેહોમાં તો ફકત હાડકાં જ બચ્યા હતા. એકપણ મૃતદેહ ઓળખી શકાય એવી સ્થિતિમાં ન હોય જેથી અમે ડીએનએ સેમ્પલ જે મેળવીને મેચિગ પ્રક્રિયા હાથ ધરી હતી. જે માટે એક જ રાતમાં પરિવારના બ્લડ સેમ્પલ એકત્રિત કરી ગાંધીનગર મોકલવા માટે ખાસ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી. સભાન્ય રીતે આટલા મોટા પ્રમાણમાં લોકોમાં ડીએનએ મેચિંગ કરવા માટે અઠવાડિયા જેટલો સમય લાગે પરંતુ એજ કામ બે દિવસમાં થયું હતું. લગભગ પાંચ દિવસમાં તો બધા મૃતદેહોની ઓળખ થઈ ગઈ હતી અને પરિવારને સોંપાઈ ચૂક્યા હતા.

એક દિવસ એવો નથી ગયો કે ‘આશા”ની યાદ ન આવી હોય,મમ્મી-પપ્પાએ રાજકોટ જ છોડી દીધું…!!

ટી.આર.પી.માં નોકરી કરતી આશાસ્પદ આશા આગની લપેટમાં પિતાની નજર સામે હોમાઈ ગઈ અમને ન્યાય મળે એ જ બહેનને સાચી શ્રદ્ધાંજલિ

એક વર્ષ બાદ ટીઆરપીની આગમાં હોમાયેલી આશાના પરિવારનું જીવન ઉલટસુલટ થઈ ગયુ છે. આ ગંભીર બનાવમાં દીકરીને ગુમાવી ચૂકેલા માતા-પિતા એ ભૂમિ પર રહેવા ઇચ્છતા ન હતા જયાં દીકરી કાયમ માટે છીનવાય ગઈ. આઘાતમાં ડૂબેલા મમ્મી અને પપ્પા રાજકોટ છોડી દીધું. અહીં કામ કરતી બહેન સંતોષ પોતાની બહેનને યાદ કરતા કહે છે કે, મારી લાડલી બહેન જેની સાથે હુ રમતી-હસતી તેને ન્યાય મળે તે માટે હું છેક સુધી લડતી રહીશ. પરિવારને મદદરૂપ થવા આશાસ્પદ આશા ટી.આર.પી.માં નોકરી કરતી હતી. જે દિવસે આ ઘટના બની ત્યારે ત્રણ વાગ્યે મારા પિતા બહેનને ટિફિન દેવા ગયા હતા. ત્યાંથી પરત ફર્યા એ સમયે આગની જવાળા દેખાતા પોતાના બાઈક નો ઘા કરીને બીજા માળે નોકરી કરતી બહેનને બચાવવા માટે દોડી ગયા, પણ અહીં બચાવવા જવા માટે કોઈ જગ્યા જ ન બચી હતી, તો પણ મારા પપ્પા પોતાના જીવને ચિંતા કર્યા વગર અંદર ઘૂસી ગયા અને કેટલાક લોકોને બચાવ્યા પણ હતા પણ મારી બહેન બચી શકી… આજે એક વર્ષ થઈ ગયું તો પણ આંખની સામેથી આશાનો ચહેરો દૂર જતો નથી, લોકો એવું આશાની બહેન કહે છે કે સમય સૌથી મોટો મલમ છે પણ જેમ જેમ સમય જાય છે તેમ તેમ બહેનની યાદ વધુને વધુ આવતી જાય છે. ત્રણ મહિના સતત આંદોલન કર્યું સરકાર સામે મારી બહેન અને અન્ય હતભાગીઓને ન્યાય મળે તે માટે માંગ પણ કરી પણ તંત્ર અને સરકારનું પેટનું પાણી હલતું નથી. બસ,આરોપીઓને સજા મળશે એ જ મારી બહેન માટે સાચી શ્રદ્ધાંજલિ છે. બસ, સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ ઘટનાની કાર્યવાહી કરી અમને ન્યાય અપાવો.

લોકોને બચવા જતા ત્રણ મિત્રો આગમાં હોમાઈ ગયા

ટીઆરપીમાં આગ લાગતાં અહીંથી કાર લઈને પસાર થતાં ત્રણ મિત્રો લોકોને બચાવવા ગેઈમઝોનમાં ગયા પણ પરત આવ્યા ન હતા. જામનગરના ધ્રોલ ગામે રહેતા સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા અને પરાપીપળીયા રહેતા જય અનિલભાઈ ધરિયા નામના ત્રણેય મિત્રો ઘટના સમયે અહીંથી કાર લઈને પસાર થતાં હોય ત્યારે આગ જોઈ જતાં લોકોને બચાવવા ગેઈમઝોનની અંદર ગયા હતા પરંતુ પોતે પણ આ આગની ઝપેટમાં આવી જતાં મૃત્યુ પામ્યા હતા. ત્રણેય મિત્રો પૈકીના નમ્રજીતસિંહ જાડેજાના પિતા જયપાલસિંહ જાડેજાએ ” વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં જણાયું હતું કે, મારે એક જ પુત્ર હતો. હજુ તો બે મહિના પૂર્વે જ એના નમ્રજીતસિંહ જાડેજા ધામધૂમથી લગ્ન કર્યા હતા. લોકોને બચાવવા જતાં તે પણ વિકરાળ આગની ઝપેટમાં આવી ગયો. એક વર્ષમાં એક દિવસ એવો નથી કે મેં કે પરિવારે તેને યાદ ન કર્યો હોય હજ પણ હું વાડીએ જાવ તો વિચાર આવે કે આંખી જિદગી પેટે પાટા બાંધીને જે મારા દીકરા માટે જે વસાવ્યું તેનો શું ફાયદો? સરકાર પાસે જ હવે અમને ન્યાયની આશા છે. આ ઘટના પાછળ ? પણ જવાબદારો છે તેમને ફાંસી થવી જોઈએ.

હવે એ રોડ ઉપરથી નીકળવાનું મન જ નથી થતું: નવદીપસિંહ

( નજરે જોનાર )

ટીઆરપીમાં આગ લાગ્યાની 30 મિનિટ પહેલા જ અહીં ઉપસ્થિત તેમજ આ ઘટનાને નજરે જોનાર નવદીપસિહે “વોઇસ ઓફ ડે” સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ થઈ ગયું પણ હવે આ સેડ ઉપરથી નીકળવાનું પણ મન નથી થતું. આગ લાગી તેની ૩૦ મિનિટ પહેલા જ હું અને મારા મિત્રો ગેઈમઝોનમાંથી નીકળી ગયા હતા. અમે જયારે ગેમ રમવા માટે ગયા ત્યારે અહીં વેલ્ડિગ કામ ચાલુ હોય જેના તિખારા અમારી માથે ન પડે જેથી બચવા માટે અમને એક પતરું આપેલું હતું. અંદર બધી વસ્તુ રબરની જ હતી. હું અને મારા મિત્રો ત્યાંથી નીકળ્યા બાદ આગ લાગી હોય તેવી વાત મળતાં અમે પાછા ગયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ સિવિલમાં ટેન્ડર વગર થતી દવા ખરીદીનો ખેલ ખતમ : હવે GMSCLના રેટ કોન્ટ્રાકટર પાસેથી જ  કરવી પડશે ખરીદી

Next

દશેરા-દિવાળીએ સોનુ 1.10 લાખની સપાટીને પાર? સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે : 18,14 કેરેટની માંગ વધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
9 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
10 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
10 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
11 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

જૈન વિઝન અને નવનાત વણિક સંગઠન દ્વારા સોનમ નવનાત ગરબા ભવ્ય આયોજન
ગુજરાત
1 વર્ષ પહેલા
અરવલ્લીની ૯ સરકારી શાળાઓને લાગ્યા અલીગઢીયા તાળા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મોદી સરકાર કઈ યોજનામાં ફેરફાર કરવા તૈયાર ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
તેલંગણા ના પાંચ શખ્સોનો કેટલા વર્ષે દુબઈની જેલમાંથી છુટકારો મળ્યો જુઓ…
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર