SIR ડિજિટાઇઝેશનમાં રાજકોટ રાજ્યમાં બીજા ક્રમે : 23 લાખ મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ કરી રાજ્યમા 14માં ક્રમે
રાજકોટ સહિત રાજ્યભરમાં તા.4 નવેમ્બરથી સ્પેશિયલ ઈન્સેન્ટિવ રીવીઝન એટલે કે, એસઆઇઆરની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 9 દિવસમાં આઠ વિધાનસભા મતક્ષેત્રમાં નોંધાયેલ 23.91 લાખ મતદાર પૈકી 23,35,298 મતદારોને ફોર્મ વિતરણ પૂરું કરી લેવામાં આવતા 98 ટકા કામગીરી સાથે રાજકોટ જિલ્લો રાજ્યમાં 14માં ક્રમે છે. સાથે જ અત્યાર સુધીમાં ચૂંટણીતંત્ર દ્વારા મતદારોને આપવામાં આવેલ એન્યુમરેશન ફોર્મ પૈકી 32956 ફોર્મ પરત મેળવી ડિઝીટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવતા રાજકોટ જિલ્લો SIRમાં બીજા ક્રમે આવ્યો હોવાનું ચૂંટણી વિભાગે જાહેર કર્યું હતું.
ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR શરૂ કરાવતા રાજ્યભરમાં જોરશોરથી કામગીરી ચાલી રહી છે. જેમાં રાજકોટ જિલ્લામાં આવેલ આઠ વિધાનસભા બેઠકોમાં નોંધાયેલ 23.91 લાખ મતદારોને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 2256 બીએલઓ અને બબ્બે સહાયકોના માધ્યમથી અત્યાર સુધીમાં 23,35,298 મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનું તેમજ 98 ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું. સાથે જ જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લામાં રેડ ઝોન જેવી કોઈ જ નબળી કામગીરી થઇ ન હોવાનું ઉમેરી હાલમાં સમગ્ર રાજ્યમાં રાજકોટ 14માં ક્રમે હોવાનું જણાવ્યું હતું.

વધુમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછારે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા મતક્ષેત્રમાં 23,35,298 મતદારોને ગણતરી ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હોવાનું સાથે જ બીએલઓ મારફતે અત્યાર સુધીમાં કુલ 32956 ફોર્મ પરત આવી ગયા છે. જે તમામનું હાલમાં ડિજિટાઇઝેશન ચાલી રહ્યું છે. રાજ્યમાં એન્યુમરેશન ફોર્મ પરત મેળવવામાં રાજકોટ બીજા ક્રમે હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે, હવેના તબક્કામાં તમામ બીએલઓ અને તેમના સહાયકો મતદારોને ફોર્મ ભરવામાં મદદરૂપ થવાની સાથે ફોર્મ પરત મેળવવાની કામગીરી કરી ભરાયેલ ફોર્મનું ડિજિટાઇઝેશન કરશે.
જસદણ, ગોંડલ, ધોરાજી અને જેતપુરમાં બીએલઓની કાબિલેદાદ કામગીરી
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં ચાલી રહેલી એસઆઇઆરની કામગીરીમાં શહેરી વિસ્તારની તુલનાએ ગ્રામ્ય વિસ્તારમાં બુથ લેવલ ઓફિસરની કામગીરી કાબિલે દાદ રહી હોવાનું ચૂંટણી વિભાગ જણાવી રહ્યો છે. હાલમાં SIR ફોર્મ વિતરણમાં ધોરાજી બેઠકના 267 બીએલઓ દ્વારા 100 ટકા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. એ જ રીતે જસદણ, ગોંડલ અને જેતપુરમાં પણ બીએલઓ ડેડિકેશનથી કામગીરી કરી રહ્યા છે. જો કે, રાજકોટમાં કેટલાક બીએલઓને બાદ કરતા મોટાભાગના બીએલઓ સારી કામગીરી કરી રહ્યા હોવાનું ચૂંટણી વિભાગે જાહેર કર્યું હતું.
કઈ વિધાનસભમાં કેટલા મતદાન મથક

જિલ્લામાં ડીઝીટાઇઝેશન માટે બનાવેલ ક્લસ્ટર્સ
રાજકોટ જિલ્લામાં ગણતરી ફોર્મના વિતરણ બાદ આ ફોર્મ ભરાઈને પરત આવ્યા બાદ આ ફોર્મના ડિજિટાઇઝેશન માટે જિલ્લામાં આઠ વિધાનસભા મતક્ષેત્રમાં 194 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે બીએલઓ, નાયબ મામલતદાર સહિતના સ્ટાફ દ્વારા ફોર્મનું ડિઝીટાઇઝેશન કરી SIR કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં નીચે મુજબ ક્લસ્ટર્સ બનાવવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં એન્યુમરેશન ફોર્મનું વિતરણ

