રાજકોટ એસ.ટી બસપોર્ટમાં ધાંધિયા: પાસની બારી ગમે ત્યારે ખુલે, વિદ્યાર્થીઓને ધક્કા, યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત
રાજકોટ એસ.ટી બસ પોર્ટમાં પાસની બારી ગમે ત્યારે ખુલે, ગમે ત્યારે બંધ થાય સમયના ઠેકાણા નહિ વિદ્યાર્થીઓને ધક્કા થઈ રહ્યા છે. સવારથી સર્વર ડાઉનની સમસ્યાથી વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં લાગી લાંબી લાઈનો લાગી હતી.

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, લાખાભાઈ ઊંઘાડ, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ, કૈલાશબેન વાઘેલાની યાદી જણાવે છે.
આ પણ વાંચો : રાજકોટ ડિવિઝનમાં એક વર્ષમાં 178 લોકોના વીજશોકથી મૃત્યુ : 123 પશુઓનો ભોગ લેવાયો
અગાઉ પાસની બારી સવારે 7:00 વાગ્યે ખુલતી હતી પરંતુ હવે પાસની બારી સવારે 9:00 ખોલવામાં આવે છે. પાસ બારી પર પાસ કાઢવાનો સમય દર્શાવતું કોઈપણ જાતનું બોર્ડ લગાવવામાં આવેલ નથી અને આ બોર્ડ ન હોવાને પગલે વિદ્યાર્થીઓ માટેની પાસ બારી મન ફાવે ત્યારે ખુલે છે અને મન ફાવે ત્યારે બંધ થાય છે એ પ્રકારની ફરિયાદ આજ રોજ વિદ્યાર્થીઓ તરફથી એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 94262 29396 ગજેન્દ્રસિહ ઝાલાને ટેલીફોનિક ફરિયાદ કરવામાં આવતા તેઓ રૂબરૂ એસ.ટી બસ પોર્ટ પર દોડી જઈ એસ.ટીના અધિકારી ઉપસ્થિત ન હોવાને પગલે ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એ.ટી.આઈ. આર.ડી. મકવાણાને ટેલીફોનિક રજૂઆત કરી હતી. સિનિયર ડેપો મેનેજર ચગને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ઉપરોક્ત સભ્યોએ આ અંગે પાસ બારીમાં વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને પડતી હાલાકી તાત્કાલિક નિવારવા લેખિત ફરિયાદ કરવામાં આવી છે.