મનપા ચોપડે રાજકોટવાસીઓ તાજામાજા : ડેંગ્યૂના માત્ર 4 જ દર્દી, મેલેરીયા-ચીકનગુનીયાના પણ માત્ર નોંધવા પૂરતા એક-એક દર્દી
આંકડાની ઈન્દ્રજાળ રચવામાં માહિર કે અઘરી રાજકોટ મહાપાલિકા જયાં બધુ સમુસુતરુ કે ચિત્ર ફૂલ ગુલાબી બતાવવાનું હોય ત્યાં એવા આંકડા અંકાતા હોવાની માફક મહાપાલિકાના ચોપડે રાજકોટવાસીઓ તાજા-માજા છે. 20 લાખથી વધુની વસતી વચ્ચે ડેંગ્યૂના માત્ર ચાર જ દર્દી છે. જયારે ચિકનગુનિયા, મેલેરિયાના એક-એક દર્દી માંડ મળ્યા છે. જયારે શરદી, ઉધરસ, તાવના 1707 જેટલા દર્દી છે આમ આંકડીય જાળમાં શહેર સાજુ નરવુ ગણી શકાય.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાતા બીમારીના સાપ્તાહિક આંકડાઓ તથા કાર્યવાહીમાં ગત તા.15થી તા.21 સુધીના શહેરભરમાં બીમારીના આંક આશ્ચર્યજનક છે. માંદગીનો મહિનો મનાતા ભાદરવામાં દર્દીઓ નહીંવત છે. માત્ર 869 વ્યક્તિને શરદી-ઉધરસ થયા છે. 838ને સામાન્ય તાવ (વાયરલ ફીવર), ઝાડા-ઉલ્ટીના 139 કેસ ઉપરાંત ટાઇફોઇડના દર્દી મળ્યા છે. ચારને કમળાની અસર છે. અત્યારે દરેક વિસ્તારોમાં સિઝનલ બીમારી છે જ છતાં મહાપાલિકાને નોંધ કરવા પૂરતા આંકડા કે દર્દીઓ દેખાયા છે. રાજકોટની સિવિલ તથા ખાનગી હોસ્પિટલો વાયરલ બીમારીથી ઉભરાયેલી રહે છે.
આ પણ વાંચો :સાવજની ધરતી પર અવકાશના તારલાઓ ચમકશે : દેશના સૌથી વધુ અંધકારમય વિસ્તારમાં આભના રહસ્યો પર થશે રિસર્ચ
ત્યારે મનપાને તો જાણે આરોગ્ય કેન્દ્રોમાં દવા લેવા કે નિદાન માટે આવે તે બીમાર બાકી સિવિલ, ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારા દર્દીઓની નોંધણી કરાતી નહીં હોય અથવા તો જાણી જોઈને નોંધતા નહીં હોય. જો આવો ગ્રાઉન્ડ લેવલનો સર્વે થાય તો ખબર પડે કે રાજકોટ બીમારીઓથી કેટલુ સ્વસ્થ છે કે બતાવાતા આંકડાઓ કેટલા સાચા છે? ડેંગ્યૂ ફેલાય નહીં તે માટે મચ્છરોની ઉત્પત્તિ ન વધે તે હેતુસર અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 762 પ્રિમાઈસીસ મકાન, દુકાન, ફલેટ, કોમર્શિયલ કે આવા એકમો, એપાર્ટમેન્ટમાં તેમજ બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, સેલર, વાડી, હોલ, પાર્ટી પ્લોટ આવા 498 સ્થળે ચેકીંગ કરાયુ હતું. જયાં મચ્છર ઉત્પત્તિના પોરા મળ્યા અને 38 પાસેથી 15050નો દંડ વસૂલાયો હતો. પાણી જન્ય રોગો અટકાવવા પગલા લેવાયા હતા.
