Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટના લોકમેળાનો વિવાદ : ઘીના ઠામમાં ઘી પડી જશે! ગાંધીનગર ગયેલા ભાજપના શાસકોને મુખ્યમંત્રીએ આપી બાહેંધરી

Fri, July 18 2025


રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમીએ ભરાતાં ઐતિહાસિક લોકમેળાને જાણે કે ગ્રહણ લાગી ગયું હોય તેવી રીતે મેળાની શાન એવા ફજેતફાળકા મુકાશે કે નહીં તેને લઈને હજુ સુધી કોઈ સચોટ રીતે કહેવાની સ્થિતિમાં નથી. ફજેતફાળકા સહિતની રાઈડના સંચાલકો એસઓપીમાં બાંધછોડ કરવાની માંગ સાથે અડગ છે તો વહીવટી તંત્ર રાઈડ વગર મેળો યોજવાની તૈયારીમાં લાગેલી છે ત્યારે આ બધાની વચ્ચે એક રસપ્રદ ટવીસ્ટ આવ્યો છે. મહાપાલિકાના ભાજપના શાસકો, ધારાસભ્યો તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા. આમ તો આ બેઠકનો એજન્ડા લોકમેળાનો વિવાદ ન્હોતો પરંતુ મેળાની વાત નીકળતાં જ મુખ્યમંત્રીએ ઝડપથી જ આ મુદ્દે રસ્તો કાઢવાની બાહેંધરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

ગુરૂવારે મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે સહિતનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીને મળ્યું હતું. પોણો કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા ચાલી હતી પરંતુ એક પદાધિકારી દ્વારા જ્યારે મુખ્યમંત્રીને કહ્યું કે મેળાની રંગત દેશી ફજેતફાળકા વગર બિલકુલ ફીકી લાગશે સાહેબ ! આ સાંભળી ભૂપેન્દ્રભાઈ પટેલ હસી પડ્યા હતા અને તેમણે ક્ષણભરનો વિલંબ કર્યા વગર પદાધિકારીને કહી દીધું હતું કે ચિંતા ન કરો, બધું સરખું થઈ જશે !

આ પણ વાંચો : રાઇડ્સ સંચાલકોના કારણે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડયો : રાઇડ્સ સંચાલક લોબીએ SOP હળવી કરવા પોલિટિકલ દબાણ શરૂ કર્યું

આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ટૂંક સમયમાં જ સરકાર સ્તરેથી ફજેતફાળકા સહિતની રાઈડને લઈને આદેશ છૂટી શકે છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે સાંસદ રૂપાલા સહિતનાએ પણ અગાઉ સરકારનું ધ્યાન દોર્યું હતું.

આ પણ વાંચો : રાજકોટના નબીરાએ ગાંધીનગરમાં બેફામ કાર ચલાવી વૃધ્ધનો જીવ લીધો : પોલીસે કરી ધરપકડ

આ ઉપરાંત બેઠકમાં રાજકોટના રોડ-રસ્તા, બજેટમાં જાહેર કરાયેલી યોજનાને સમયસર પૂર્ણ કરવા, અધિકારીઓની સાથે જ પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરો પણ ‘એક્ટિવ મોડ’માં કાર્ય કરે, પૈસાના વાંકે કોઈ જ કામ ન અટકે તે જોવા સહિતની તાકિદ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. શાસકોએ ચોમાસા બાદ રોડ-રસ્તાના કામ માટે ફાળવાતી ગ્રાન્ટમાં વધારો કરવાની માંગ રાખતાં તેને પણ મહદ અંશે મંજૂરી આપવામાં આવી હતી. એકંદરે રોડ-રસ્તાના કામમાં ક્યાંય કચાશ ન રહી જાય તે જોવા મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો.

કાંઈ ઘટતું હોય તો કહો

મુખ્યમંત્રીએ રાજકોટના પદાધિકારીઓને હળવી શૈલીમાં એમ પણ કહ્યું હતું કે વિકાસ માટે કાંઈ ઘટતું હોય તો કહો… પૈસાની ચિંતા બિલકુલ કરતા નહીં. વિકાસ માટે જોઈએ તેટલી ગ્રાન્ટ સરકાર ફાળવવા માટે તૈયાર હોવાનું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ટીકાઓનો સામનો કરીને જ આપણે વિકાસ કરવાનો છે એટલા માટે માત્રને માત્ર કામ ઉપર જ ધ્યાન આપવાનું છે.

Share Article

Other Articles

Previous

છત્તીસગઢ દારૂ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ED દ્વારા ધરપકડ, સવારથી દરોડા ચાલુ

Next

રાઇડ્સ સંચાલકોના કારણે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડયો : રાઇડ્સ સંચાલક લોબીએ SOP હળવી કરવા પોલિટિકલ દબાણ શરૂ કર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
8 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
20 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
45 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
51 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

32 લાખની લૂંટમાં ફિલ્મી ડ્રામા જેવી સ્ટોરી! રૂ.2 લાખ કમિશન પેટે લેવાના હતા અને પાઘડીનો વળ છેડેની માફક આખો મામલો લૂંટ સુધી વણાયો
ક્રાઇમ
5 મહિના પહેલા
અલ્લુ અર્જુનને મોટી રાહત : હાઇકોર્ટે જામીન કર્યા મંજુર
Breaking
1 વર્ષ પહેલા
યુનિવર્સિટી રોડ પર બે મિત્રો ઉપર હુમલો કરી ત્રિપુટીએ લૂંટ ચલાવી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે રાજ્ય સરકારે બદલીના નિયમો કર્યા જાહેર
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર