Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજકોટનું ગૌરવ હર્ષ મહેતા : વિરાણી હાઈસ્કૂલનો વિદ્યાર્થી જાપાનમાં બુલેટ ટ્રેનનાં પ્રોજેકટમાં લઈ રહ્યો છે ટ્રેનિંગ,PM સાથે કરી;તી મુલાકાત

Mon, September 1 2025

“સફળતા એ કિસ્મતથી નથી મળતી, એ મહેનત અને અડગ સંકલ્પનો પરિચય છે.”આ કહેવતને સાચી સાબિત કરતાં રાજકોટની એસ.વી. વિરાણી હાઈસ્કૂલનાં પૂર્વ વિદ્યાર્થી હર્ષ મહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પાયલોટ તરીકે પસંદ થયા છે. હાલમાં તેઓ જાપાનમાં તાલીમ લઈ રહ્યા છે. વર્ષ 2005 બેચનાં હર્ષ મહેતાએ ધો.8 થી 10 સુધી વિરાણી હાઇસ્કૂલમાં ટેક્નિકલમાં અભ્યાસ કર્યો છે.આગામી બુલેટ  ટ્રેનનાં 16 પાયલોટમાંથી હર્ષ મહેતાની પસંદગી થઈ છે.7 મહિનાથી ટોકિયો ખાતે બુલેટ ટ્રેનનાં સંચાલન,સંરચના,ટેક્નિકલ પાસાઓની ટ્રેનિંગ લઈ રહ્યાં છે.તાજેતરમાં પી.એમ.મોદીએ જાપાનનાં પ્રવાસ દરમિયાન આ 16 પાયલોટ્સને મળી શુભેચ્છાઓ પાઠવી હતી.

વર્ષ 2005ની વિરાણી સ્કૂલની ગોલ્ડન બેચનાં હર્ષ મહેતાની આ સિદ્ધિની ખબર જેમ જ સામે આવી, સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.સહપાઠીઓએ ગૌરવ અનુભવી અભિનંદન પાઠવ્યા છે.આ ગૌરવપૂર્ણ ઘડી માટે આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ ભાવુક થઈ કહ્યું હતું કે,હર્ષ મહેતા આપણી વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી 2005 માં વધુ અભ્યાસ માટે બહાર ગયો હતો.આ બેચનાં બીજા છાત્રોએ મને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની તસ્વીર મોકલી તેમાં હર્ષનો ફોટો હતો.એ જાણવા મળ્યું કે,ભારતનાં બુલેટ ટ્રેઈન પ્રોજેકટ માટે વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા હર્ષ મહેતાનું સિલેક્શન થયું છે.ભારતમાં બુલેટ ટ્રેન ખૂબ જ ટૂંક સમયમાં સેવામાં આવશે, જે પીએમ મોદીજીનો સ્વપ્ન પ્રોજેક્ટ છે.



આ માટે 16 HSR પાઇલટ્સ જાપાનમાં તાલીમ લઈ રહ્યા છે. મુખ્ય ભૂમિકા 320 કિમી/કલાકની ઝડપે ટેકનોલોજી અને ડ્રાઇવિંગ કૌશલ્યને સમજવાની છે. આ પાઇલટસ ભારતમાં પહેલી બુલેટ ટ્રેન ચલાવશે અને ભારતમાં અન્ય પાઇલટ્સને તાલીમ આપશે.16 HSR પાઇલટ્સમાં હર્ષ મહેતા (2005 બેચ) તેમાંથી એક છે.

તેમને વધુમાં કહ્યું કે,વિરાણી હાઈસ્કૂલ ગ્રાન્ટેડ શાળા છે.સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારનાં બાળકોએ અહીં અભ્યાસ કરી આજે દેશ-વિદેશમાં ટોચની કંપનીઓમાં કે પોતાનું વિશાળ એમ્પાયર ઉભું કરી વિરાણી હાઈસ્કૂલનું ગૌરવ બન્યાં છે.એમની સાફલ્યગાથા જોઈ અમને પણ ગર્વ થાય છે.આજે વિરાણી હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ છે પ્રતિષ્ઠિત ડોક્ટર,સી.એ. બિઝનેસમેન, એન્જીનીયર, એડવોકેટ,જજ તરીકે કામ કરી આ અણમોલ સિતારા આજે દરેક ક્ષેત્રમાં ચમકી રહ્યા છે અને રાજકોટનું નામ રોશન કરી રહ્યા છે.

આ પણ વાંચો : મુન્દ્રા પોર્ટ પર ચેકીંગ-નિરીક્ષણની પ્રક્રિયા નિકાસકારો માટે માથાનાં દુઃખાવા સમાન: ચેમ્બર ઓફ કોમર્સની કડક રજુઆત

અમારા વિદ્યાર્થીએ ગૌરવ અપાવ્યું: આચાર્ય ડોડીયા

વિરાણી હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા ભાવુક બની કહે છે કે,ઘાસનાં તણખામાંથી ચમકતી ચીંગારી જો દીવો બની શકે,
તો મહેનત અને સપનાથી દરેક વિદ્યાર્થી ઇતિહાસ રચે.હર્ષ મહેતાની મહેનત આજની પેઢી માટે પ્રેરણારૂપ છે.હર્ષ મહેતા અમારી શાળાનો તેજસ્વી વિદ્યાર્થી હતો. જ્યારે વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીની સાથેની તસ્વીર મોકલી તેમાં હર્ષ દેખાયો. ત્યારબાદ ખબર પડી કે તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પાયલોટ તરીકે પસંદ થયા છે. આ ક્ષણ સમગ્ર શાળા માટે ગર્વની છે.આચાર્ય ડોડીયાએ વધુમાં જણાવ્યું કે,“વિરાણી હાઈસ્કૂલ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટેની ગ્રાન્ટેડ શાળા છે. પરંતુ અહીં અભ્યાસ કરેલા બાળકો આજે વિશ્વના ખૂણે-ખૂણે પ્રભાવ પાડી રહ્યા છે. સ્વ. વિજયભાઈ રૂપાણીથી લઈ જ્યોતિ CNCનાં પરાક્રમસિંહ જાડેજા સુધી અનેક અણમોલ હીરા શાળાએ આપ્યા છે.”

આ પણ વાંચો : રાજકોટમાં સ્પાની આડમાં વધુ એક કુટણખાનું પકડાયું : વૃદ્ધ પણ રંગરેલિયા મનાવવા આવ્યા’તા! સ્પા સંચાલક સહિત બે ફરાર

હર્ષ મહેતા ટ્રેનિંગ લઈ અન્ય પાયલોટ્સને ટ્રેનિંગ આપશે

ભારતમાં ટૂંક સમયમાં જ બુલેટ ટ્રેન પાટા પર દોડશે. આ પ્રોજેક્ટ માટે 16 પાયલોટ્સ જાપાનમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.
ટ્રેનિંગમાં 320 કિમી/કલાકની ઝડપે સલામતી, ટેક્નોલોજી અને ડ્રાઇવિંગ કૌશલ્યનો અભ્યાસ કરાવવામાં આવે છે. હર્ષ મહેતા તેમાથી એક છે. આ પાયલોટ્સ ભારત પરત આવીને ટ્રેન ચલાવવાની સાથે અન્ય પાયલોટ્સને પણ તાલીમ આપશે.હર્ષ મહેતાની સિદ્ધિ માત્ર વિરાણી સ્કૂલ કે રાજકોટ પૂરતી નથી, પણ સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ બની રહી છે.

વિરાણી હાઈસ્કૂલની સાફલ્યગાથામાં વધુ એક પૃષ્ઠ ઉમેરાયું

વિરાણી હાઇસ્કૂલમાંથી શિક્ષણ મેળવી હજારો વિદ્યાર્થીઓએ સફળતા કંડારી છે. આ સાફલ્યગાથામાં અસંખ્ય નામો એવા છે કે જે રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.જેમાં કેટલાક એવાં નામ છે જે આંખે ઉડીને વળગે છે.ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી,ગઝલસમ્રાટ પંકજ ઉધાસ,ક્રિકેટર કરશન ઘાવરી,મનહર ઉધાસ,નિરંજનભાઈ શાહ,સ્વ.અભય ભારદ્વાજ,નીતિનભાઈ ભારદ્વાજ, પરાક્રમસિંહ જાડેજા અને હવે હર્ષ મહેતા સાથે વધુ એક નામ ઉમેરાયું છે.

Share Article

Other Articles

Previous

ભાણેજને 30 લાખ વ્યાજે અપાવી મામા ફસાયા : મહિલા સરપંચના પતિ વ્યાજખોરની ચુંગાલમાં,ભાણો થયો ગાયબ

Next

મુન્દ્રા પોર્ટ પર ચેકીંગ-નિરીક્ષણની પ્રક્રિયા નિકાસકારો માટે માથાનાં દુઃખાવા સમાન: ચેમ્બર ઓફ કોમર્સની કડક રજુઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
10 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
10 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
10 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ઈસ્કૉન મંદિરના પૂજારીએ મારી દીકરીનું બ્રેઈનવોશ કરીને ભગાડી દીધી
ગુજરાત
1 વર્ષ પહેલા
ઉના તાલુકાની ચીખલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર? વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
ગુજરાત
9 મહિના પહેલા
રાજકોટમાં સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર
રાજકોટ
2 વર્ષ પહેલા
હવે શિક્ષકોને કૂતરા ગણવા આદેશ: SIRની કામગીરી પૂરી થઇ નથી ત્યાં નવો ફતવો, શિક્ષણ કાર્ય બગડવાનો કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાત
2 દિવસ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર