જેનું ક્યારેય પાલન થયું નથી તેવું સંક્રાત માટેનું રાજકોટ પોલીસનું ‘ચવાયેલુ’ જાહેરનામું પ્રસિદ્ધ : તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ
દિવાળી હોય કે નવરાત્રિ હોય, સંક્રાંત હોય કે ધૂળેટી હોય દરેક તહેવાર પર રાજકોટ શહેર પોલીસ દ્વારા તેમાં પાલન કરવાના થતાં નિયમો સાથેનું લાંબુંલચક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે પરંતુ એક પણ પર્વમાં તેનું પાલન થયું હોય તેવું બન્યું નથી. આમ છતાં આવનારા મકરસંક્રાંતિના તહેવાર માટે પોલીસ દ્વારા ફરી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેનું પાલન થવાની શક્યતા ન બરાબર છે.
સંક્રાંત માટે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા પ્રમાણે જાહેર રસ્તા, ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાવવા, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા, ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંઝા સહિતનું વેચાણ કરવા, સવારે 6થી 8 અને સાંજે 6થી 8 પતંગ ઉડાડવા, ઘોંઘાટ કરે તે પ્રકારે ડી.જે.વગાડત્તા સહિતના પ્રતિબંધ મુકવામાં આવ્યા છે પરંતુ ઉપરોક્ત એક પણ નિયમનું પાલન થતું હોય તેવું જવલ્લે જ બને છે. પોલીસ માત્ર આ પ્રકારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પોતાની ફરજ પૂર્ણ કરી લ્યે છે.
આ પણ વાંચો :એક સમયે પોલિયોથી શરમ આવતી આજે દિવ્યાંગ ડોકટર બની લોકોને દર્દમુક્ત કરે છે પરેશ ઢોલરીયા : દિવ્યાંગ દિવસ નિમિત્તે વાંચો રિયલ હીરોની દાસ્તાન
દર વર્ષે સંક્રાંત ઉપર ચાઈનીઝ દોરીનો ચોરીછૂપીથી ઉપયોગ થાય જ છે, ડી.જે.વાગે જ છે આમ છતાં પોલીસ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ કેસ કરતી હોવાનું પણ બની રહ્યું છે.
