Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : વિરોધની એક, બે’ને ત્રણ ! કેકેવી બ્રિજ નીચે ગેઈમઝોન ખડકાશે જ

Tue, January 7 2025

૧.૮૯ કરોડના ખર્ચે બોક્સ ક્રિકેટ, પિકલ બોલ, ઈનડોર ગેમ્સ, સ્કેટિંગ રિંગ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત; આજે લેવાશે નિર્ણય

સૌથો મોટો પ્રશ્ન પાર્કિંગનો જ સર્જાશે, બાળકો-યુવકો રમતાં હશે’ને કોઈ વાહન અંદર ઘૂસી જશે તો ? સહિતના મુદ્દા લતાવાસીઓને અકળાવી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટી સમજી-વિચારીને દરખાસ્તને મંજૂરી આપે તેવો શહેરીજનોનો મત

રાજકોટમાં ટીઆરપી ગેઈમઝોન જેવો ગોઝારો અગ્નિકાંડ સર્જાઈ ગયો હોવા છતાં મહાપાલિકાને તેમાંથી ધડો લેવાની ફુરસદ જ ન હોય તેવી રીતે લોકોના જીવને જોખમમાં મુકવા માટે આગળ વધી રહી છે ! શહેરમાં આમ તો રમવા માટે પૂરતા ગ્રાઉન્ડ બચ્યા જ નથી એટલા માટે હવે બોક્સ ક્રિકેટ સહિતના સ્પોર્ટસનું કલ્ચર વધી રહ્યું છે ત્યારે મહાપાલિકા શહેરીજનોને બોક્સ ક્રિકેટ, સ્કેટિંગ રિંગ, ઈનડોર ગેમ્સ સહિતની સુવિધા આપવા માંગે છે જે સારી બાબત છે પરંતુ આ માટે તેણે જે વિસ્તાર અને વ્યવસ્થા પસંદ કર્યા છે તે જોખમી હોવાનું લોકો માની રહ્યા છે.

મનપા દ્વારા કેકેવી ઓવરબ્રિજ નીચે મિનિ ગેઈમ ઝોન બનાવવા માટે નિર્ણય લેવાયા બાદ કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું જેની સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવા છતાં તે વિરોધની ઐસી તૈસી કરીને તંત્રવાહકો અહીં ગેઈમ ઝોન બનાવવાની જિદ્દ પકડીને બેસી ગયા છે. આ કામને સત્તાવાર મંજૂરી આપવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત પણ આવી છે જેના પણ નિર્ણય લેવાશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને આજે કમિટીની બેઠક મળશે જેમાં કેકેવી મલ્ટીલેવલ બ્રિજ નીચે પરિમલ સ્કૂલ સામે પીકલ બોલ, બોક્સ ક્રિકેટ, ઈનડોર ગેમ્સ, સ્કેટિંગ રિન્ક બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ચારેય રમતોની સુવિધા ઉભી કરવા માટે ૧.૮૯ કરોડનો ખર્ચનો અંદાજ વ્યક્ત કરાયો છે જેના ઉપર આજે કમિટી નિર્ણય લેશે.

સ્થાનિકોએ વિરોધ સાથે વ્યક્ત કરેલા મુદ્દા

  • બ્રિજ આસપાસ ક્યાંય પબ્લીક પાર્કિંગની વ્યવસ્થા નથી
  • બન્ને બાજુ કોમર્શિયલ કોમ્પલેક્સ હોવાથી ત્યાં આવતાં વાહન પાર્ક ક્યાં કરવા ?
  • બન્ને બાજુ રોડ હોય વાહન પૂરપાટ ઝડપે દોડતું હોવાથી અકસ્માત થઈ શકે
  • બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થતાં હોય અને નીચે બાળકો રમતા હોય ત્યારે કોઈ ઘટના બને તો કેટલા જીવ હણાઈ જાય ?
  • પાર્કિંગ ઉપરાંત ટ્રાફિક સમસ્યા પણ વકરશે
  • વાયુ-ધ્વનિ પ્રદૂષણ વધી જશે

બોક્સ ક્રિકેટની યોજના પડતી મુકી દીધાંની જાહેરાત બાદ હવે ભૂત કેમ ધુણ્યું ?
મહાપાલિકા દ્વારા પાછલા વર્ષે ત્રણેય ઝોનમાં એક-એક બોક્સ ક્રિકેટ બનાવવા માટેની જાહેરાત કરી હતી પરંતુ સ્થાનિક લોકોના વિરોધને કારણે આ યોજના પડતી મુકવાની સાથે જ એવું પણ ભારપૂર્વક કહેવાયું હતું કે હવે મહાપાલિકા ક્યાંય બોક્સ ક્રિકેટ બનાવશે નહીં ! આ વાતને થોડા સપ્તાહ પૂર્ણ થયા કે અચાનક જ કેકેવી બ્રિજ નીચે બોક્સ ક્રિકેટ બનાવવાનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે અચાનક જ બોક્સ ક્રિકેટનું ભૂત આખરે ધૂણ્યું કેવી રીતે ?

Share Article

Other Articles

Previous

રાજનાથ સિંહ માલદીવના સંરક્ષણ પ્રધાનને મળશે : દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર થશે વાતચીત

Next

ચીનના HMPV વાઇરસને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 બેડ રિઝર્વ રખાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
11 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
11 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
11 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
12 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટ સિવિલ હોસ્પિટલનું દર્દ: દર્દીઓની રિક્ષામાં પાર્સલો ફરે, દર્દીઓ બાપડા ‘સ્ટ્રેચર’માં ઢસડાય
ગુજરાત
2 મહિના પહેલા
હમાસના મદદગાર ઈરાન સામે અમેરિકાના પ્રતિબંધ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
મવડી મેઈન રોડ પર `વ્યવસ્થિત’ પાર્કિંગ શોધી આપનારને મળવું જોઈએ ઈનામ !!
રાજકોટ
2 વર્ષ પહેલા
ઓપરેશન સિંદૂરમાં બચવું મુશ્કેલ હતું પરંતુ અલ્લાહની મદદથી પાકિસ્તાન બચી ગયું, પરાજિત સૈન્ય વડા આસિમ મુનીરની કબુલાત
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર