14 સર્કલનો પારકા પૈસે ‘વિકાસ’ કરશે રાજકોટ મનપા : જાણો કયા સર્કલનું કેટલું અપસેટ પ્રિમીયમ
રાજકોટ શહેરના બ્યુટિફિકેશન માટે મહાપાલિકા દ્વારા 63 સર્કલને ડેવલપ કરવા માટે અલગ-અલગ સંસ્થાઓ સહિતને વાર્ષિક પ્રિમીયના આધારે ભાડે આપે છે જે પૈકી હજુ 14 સર્કલને ડેવલપ કરવાના બાકી હોય તેના માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માટે 1.51 લાખથી 4 લાખ રૂપિયા સુધીનું પ્રિમીયમ નક્કી કરવામાં આવ્યાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :RMCના એક અધિકારીએ બૂટની લેસ બાંધતાં બાંધતાં કહ્યું, અમે તો કાર્યક્રમોથી થાક્યા, બીજા અધિકારીએ કહ્યું, મારે તો 54 વર્ષે જ નિવૃત્તિ…! વાંચો કાનાફૂસી
મહાપાલિકા દ્વારા 80 ફૂટ રોડ પર સોરઠિયાવાડી સર્કલ, ભાવનગર રોડ પર ચુનારાવાડ સર્કલ, સંતકબીર રોડ પર જલગંગા ચોક સહિતના સર્કલનો સમાવેશ થાય છે. અત્યાર સુધી મહાપાલિકા દ્વારા 63માંથી જે 49 સર્કલ ડેવલપમેન્ટ માટે ભાડે આપવામાં આવ્યા તેમાં અપસેટ પ્રાઈસ નક્કી કરવામાં આવી ન હોવાથી સર્કલ ભાડે રાખનારે કેટલી પ્રાઈસ ભરવી તેનો અંદાજ આવી રહ્યો ન્હોતો. કોઈ વખત આસામી દ્વારા વધુ ભાવ તો કોઈ વખત ઓછો ભાવ ભરી દેવામાં આવતો હોવાથી તંત્રની કસરત વધી જવા ઉપરાંત કમાણીમાં પણ ફટકો પડતો હોવાથી બાકી રહેલા તમામ 14 સર્કલ માટે અપસેટ પ્રાઈસ નક્કી કરી દેવામાં આવી છે જેના કારણે સર્કલ ભાડે રાખનારે વાર્ષિક અપસેટ પ્રિમીયમ નક્કી કરેલું હોય તેના ઉપરનો જ ભાવ ભરવાનો રહેશે.

આ ઉપરાંત સોરઠિવાડી સર્કલમાં ફુવારા સાથેની ડિઝાઈન સાથે સર્કલ ડેવલપ કરવા, કોલસાવાડી સર્કલ (ગેબનશાહ પીર રોડ)ને ફુવારા સાથેની ડિઝાઈન સાથે ડેવલપ કરવા તેમજ 150 ફૂટ રિંગરોડ પર નાનામવા સર્કલને સર્કલમાં હાલ સ્ટેચ્યુ હોય તેને યથાવત રાખી તેમજ સ્ટેચ્યુ ઢકાઈ ન જાય તેમજ સ્પષ્ટ રીતે જોઈ શકાય તે પ્રકારે ડેવલપ કરવાની શરત પણ રાખવામાં આવી છે.
