રાજકોટ માર્કેટિંગ યાર્ડ મગફળીથી ઉભરાયું: અધધધ..બે લાખ મણથી વધુ મગફળીની આવક,યાર્ડ બહાર વાહનોની લાઈન લાગી
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની બે લાખ બે હાજર મણ જેટલી મગફળીની વિક્રમી આવક નોંધાઈ છે. મગફળી સિવાય કપાસ,સોયાબીન,અળદ,મગ,ઘઉં,ચણા,લસણ સિંગફાડા,કાળા તલ,સફેદ તલ અને જીરૂની મોટાપાયે આવક થઇ હતી. આ જણસ લઈને 1400થી વધુ વાહનો આવ્યા હતા અને યાર્ડની બહાર લાંબી લાઈન જોવા મળી હતી.
યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાનાં જણાવ્યા અનુસાર, સોમવારે એક જ દિવસમાં મગફળી ની આવક 202000 મણ (બે લાખ બે હજાર),કપાસ ની આવક 18000મણ , સોયાબીન ની આવક 3500 મણ ,અડદ ની આવક 5000મણ ,ઘઉંની આવક 5000 મણ ,મગ ની આવક 4300 મણ ,ચણાની આવક 7000 મણ , લસણ ની આવક 4500 મણ ,સિંગફાડા ની આવક 13500 મણ સફેદ તલ ની આવક 4500 મણ ,જીરું ની આવક 5100 મણ ,કાળા તલ ની આવક 1200 મણ થવા પામી હતી.
આ પણ વાંચો :ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ
આ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેનજયેશભાઈ બોઘરા વા.ચેરમેન તથા ડિરેક્ટરઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
