રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલી રાજમંત્રા કોલ્ડ્રીંક્સના સંચાલકે ફરી એક વાર લખણ ઝળકાવ્યા છે.તેની દુકાનની બાજુમાં આવેલી નાઈસ એન્ડ ન્યુ કપડાની દુકાનમાં ઘૂસી જઈ તેના એકાઉન્ટન્ટ અને માલિકને મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધ્યો છે.
વધુ માહિતી મુજબ રાજમંત્રા કોલ્ડ્રીંક્સના સંચાલક અને નાઈસ એન્ડ ન્યુ કપડાની દુકાનના સંચાલક વચ્ચે થોડા સમય પૂર્વે પાર્કિંગ કરવા મુદે મારમારીની ઘટના બની હતી.
જેમાં પોલીસે બંનેની ફરિયાદ પર સામસામે ગુનો નોંધ્યો હતો.જ્યારે ટે બાબતનો ખાર રાખીને રાજમંત્રા કોલ્ડ્રીંક્સનો સંચાલક અભિષેક ચંદુભાઈ ઠૂમર નાઈસ એન્ડ ન્યુ દુકાનમાં ગઇકાલે ઘૂસી આવ્યો હતો.અને ત્યાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં ભાર્ગવભાઈ જાદવાણીને અને તેના માલિકને મારી નાખવાની ધમકીઓ આપી ઝગડો કર્યો હતો.જેથી આ મામલે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.