- પ્રેમ ઝાળમાં ફસાવી ઘરેથી ભગાડી ગયો બાદમાં તરછોડી દેતા સગીરાએ મેટોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી : આરોપીની પોલીસે અટકાયત કરી
મેટોડામાં ગેઈટ નંબર-3માં રહેતા શખસે તેના પાડોશમાં રહેતી સગીરાને પ્રેમ ઝાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરીને દિલ્હી અને આગ્રા લઇ ગયો હતો.જ્યાં તેના પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.બાદમાં તેણીને તરછોડી દેતા સગીરાએ મેટોડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નરાધમની અટકાયત કરી છે.
માહિતી મુજબ મેટોડામાં ગેઈટ નંબર-3માં રહેતી સગીરાએ દુષ્કર્મની નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ઉમંગ મોઢવાડીયા (ઉ.વ.20)નું નામ આપતા જણાવ્યું હતું કે,આરોપી ઉમંગ તેના પાડોશમાં રહેતો હતો.અને થોડા સમય પૂર્વે તેની સાથે પરિચય થતાં બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.બાદમાં ઉમંગ સગીરાના ઘરે ગાહસી આવ્યો હતો.જ્યાં તેના પર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.અને લગ્નની લાલચ આપી તેણીને ઘરેથી ભગાડી ગયો હતો.અને પ્રથમ દિલ્હી અને ત્યાંથી આગ્રા લઇ ગયો હતો.જ્યાં સગીરા પર તેને અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં સગીરાને ઉમંગે તરછોડી દેતા તેણી મેટોડા પરત આવી મેટોડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉમંગ મોઢવાડીયા સામે ગુનો નોંધી અટકાયત કરી છે.
