રાજકોટ લોકમેળો : ટિકિટના દર વધારવાની રાઈડ સંચાલકોએ રોન કાઢી, ચકરડી માટે જગ્યા ઘટાડી ભાવ વધારી દેતા સંચાલકો નારાજ
રાજકોટનો લોકમેળો આ વર્ષે ફરી ચકડોળે ચડ્યો છે. રાઈડ સંચાલકોનો વિવાદ માંડ-માંડ શાંત થયો હતો ત્યાં ફરી કઈંક ને કઈંક વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે હવે ચકરડી સંચાલકોમાં નારાજગીમાં નારાજગી જોવા મળી રહી છે. રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. આજથી લોકમેળાનો ધમધમાટ શરૂ આજથી ડ્રો અને હરરાજી હાથ ધરવામાં આવી હતી ત્યારે લોકમેળામાં ડ્રો ની શરૂઆત સાથે જ ચકરડી સંચાલકોમાં નારાજગી જોવા મળી હતી.
150 જેટલી ચકરડી સંચાલકોએ કરી માંગણી
રેસકોર્સ મેદાનમાં કાર્યરત 150 જેટલી ચકરડી સંચાલકોએ માંગણી કરી છે. 150 ચકરડી ચાલે છે તેને બદલે માત્ર 15 જેટલી ચકરડી માટે પ્લોટ રાખ્યા છે. આ વર્ષે ચકરડીની જગ્યા ઘટાડી દેવામાં આવતા ચકરડી સંચાલકો નારાજ થયા છે. આ સ્થિતિમાં ચકરડીના ધંધાર્થીઓ માટે લોકમેળામાં જગ્યા મેળવવી મુશ્કેલ છે. તેમજ આ વર્ષે ભાવ વધારો પણ કરી નાખ્યો છે. ગત વર્ષ 12 હજાર આસપાસ પ્લોટની ભાવ હતો આ વર્ષે ભાવ વધારો કરી 15 હજાર અને 25 હજાર કરવામાં આવ્યો છે.
ખાણીપીણી-નાની-માધ્યમ ચકરડી-નાની ચકરડી કુલ 27 સ્ટોલ હાઉસફૂલ
ખાણીપીણી-નાની-માધ્યમ ચકરડી-નાની ચકરડી કુલ 27 સ્ટોલ હાઉસફૂલ છે બાકી 143 સ્ટોલ અંગે 2 દિવસમાં નિર્ણય લેવામાં આવશે. શુક્રવારે આઇસ્ક્રીમ-ખાણીપીણી મોટી તથા અન્ય મધ્યમ રાઇડ કુલ 63 સ્ટોલ સામે માત્ર 18ની જ હરરાજી થઇ હતી જયારે 45 ખાલી રહયા હતા ત્યારે રવિવારે મોટી રાઇડના સંચાલકોએ 5 રૂપિયા છૂટાનો પ્રશ્ન ઉઠાવતા હરરાજી મોકૂફ રહી હતી.

ટિકિટના દરમાં વધારો કરવાની માંગ કરતા હરાજી મુલતવી
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનારા લોકમેળામાં યાંત્રિક પ્લોટસની ફાળવણી માટે રવિવારે રજાના દિવસે પણ તંત્રએ કચેરી ચાલું રાખી હરાજી યોજી હતી. જો કે છેલ્લી ઘડીએ યાંત્રિક રાઈડસ સંચાલકોએ રોન કાઢી રાઈડસના ટિકિટના દરમાં વધારો કરવાની માંગ કરતા હરાજી મુલતવી રાખવી પડી હતી. હવે કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટી આ મુદ્દે નિર્ણય કરશે.
આ પણ વાંચો : ‘પાછળ કેમ આવે છે?’ પૂછતાં જ છરી ઝીંકી દીધી : રાજકોટમાં સામાન્ય બાબતે 2 શખ્સો વચ્ચે બોલી ગઈ બઘડાટી
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રેસકોર્સના મેદાનમાં આગામી 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળા માટે જુદી-જુદી ચાર કેટેગરીમાં યાંત્રિક આઈટમો માટેના 34 પ્લોટસની રવિવારે રજાના દિવસે હરાજી યોજવામાં આવી હતી. જો કે અગાઉ એસઓપી મુદ્દે વિવાદ ઉભો કરનાર રાઈડ સંચાલકોએ હરાજીની છેલ્લી ઘડીએ ટિકિટના દરમાં રૂા. પાંચનો વધારો કરવા માંગ કરી ટિકિટના દર 50 રૂપિયા કરવાની હઠ પકડી લેતાં કોકડું ગુંચવાયું અને છેલ્લી ઘડીએ હરાજી મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. હવે પછી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે લોકમેળાને જાણે કે ગ્રહણ લાગી ગયું હોય તેવી રીતે એક બાદ એક વિઘ્ન આવી રહ્યા છે. અગાઉ કડક એસઓપીને કારણે વિવાદ થતાં સરકારે તેમાં બાંધછોડ કરી હતી.
જો કે સ્થાનિક સ્તરે અમુક નિયમોનું પાલન કરવું જ પડશે તેવું સ્પષ્ટ સુણાવી દેવામાં આવતાં ફરી મડાગાંઠ સર્જાઈ હતી. બીજી બાજુ રવિવારે રાઈડના પ્લોટની હરાજી રાખવામાં આવી હતી તેમાં ભાવવધારો માંગવામાં આવતાં હરાજી યોજી શકાઈ ન્હોતી.