શહેરના જૂના મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા હિસ્ટ્રીસીટર ઈભલાની પત્ની અને બહેન વચ્ચે એટ્રોસીટીની ફરિયાદમાં સમાધાન કરવા મામલે ઝગડો થતાં બંને વચ્ચે મારામારી થઈ હતી.જેમાં બન્ને પક્ષોની સામસામી ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
વિગત મુજબ જૂના મોરબી રોડ પર લાતી પ્લોટ પાસે ગણેશનગર શેરી નં. 10માં રહેતા નુરીબેન ઈબ્રાહીમભાઈ કાથરોટિયા (ઉ.વ.36)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર રહેતા તેના સગા મોટાભાઈ યુસુબ ગફારભાઈ કટારિયા, યાસ્મિન યુસુબભાઈ કટારિયા, સલીમ ઉર્ફે દોલિયો અને સગીર વયના પુત્રનું નામ આપતા જણાવ્યું હતું કે, તેના પતિ ઈબ્રાહીમ ઉર્ફે ઈભલા સામે પાડોશમાં રહેતા યોગેશ મકવાણાએ એટ્રોસીટી ફરિયાદ કરી હોય જે ગુનામાં પતિ જેલમાંથી પેરોલ મેળવી ઘરે આવ્યો હતો.
દરમિયાનએટ્રોસીટીની ફરિયાદ કરનાર યોગેશના માતા લીલાબેન ફરિયાદમાં સમાધાન કરવા ઘરે બોલાવતા તેઓ તેના ઘરેથી પરત આવતા હતા ત્યારે આરોપીઓએ શેરીમાં રોકી તુ કેમ આ લોકો સાથે સમાધાન કરવા આવી છો, કહી ઝગડો કર્યો હતો.જ્યારે સામાપક્ષે યાસ્મીનબેન યુસુફભાઈ કટારિયા (ઉ.વ.34)એ નોંધાવેલી વળતી ફરિયાદમાં આરોપી તરીકે તેની સગી નણંદ નુરી ઈબ્રાહીમ કાથરોટિયાનું નામ આપ્યું છે. જેમાં જણાવ્યા મુજબ પતિની સમાધાન કરવા ન દેતા તેણીએ ઝગડો કરી માર માર્યો હતો.આ મામલે બી ડિવિઝન પોલીસે સામ સામે ગુનો નોંધ્યો હતો.
