બ્લીચ-ધારા કેમિકલના માલિકો અને ભાગીદારોને ત્યાં 20થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન
ઇન્કમટેક્સ વિભાગે દિવાળી પહેલા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છ. અમદાવાદના 2 કેમિકલ વેપારીને ત્યાં આઇટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છેઅને 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા. માલિક મયુર શાહ તથાકેયૂર શાહ તેમજ તેના ભાગીદારોનાં નિવાસસ્થાન તેમજ ઓફિસ અને ફેક્ટરી ખાતે તપાસ કરવામાં આવી રહી છે. આ દરોડામાં રાજકોટ કનેક્શન ખૂલે તેવી શક્યતા છે.
અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગની ટીમના 100 થી વધુ અધિકારીઓ જોડાયાહતા અને આ દરોડામાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. 100થી વધુ અધિકારીઓની ટીમે અલગ અલગ 20 સ્થળે તપાસ હાથ ધરી છે.આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહીને લઈ અન્ય નાના મોટા વેપારી, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ તેમજ બિલ્ડરોમાં પણ સોંપો પડી ગયો હતો. બ્લીચ કેમીક્લ્સનાં માલિકનાં સત્યાગ્રહ છાવણી નજીકનાં નિવાસસ્થાન ઉપરાંત પંચવટીની ઓફીસમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. બેંક લોકરો સીલ કરાયાના સંકેત છે. અમદાવાદમાં કેમીકલ્સના આ ટોચના ગ્રુપો પર દરોડા કાર્યવાહીથી સમગ્ર વેપાર-ઉદ્યોગકારોમાં ફફડાટ સર્જાયો છે. એવી ચર્ચા છે કે કેમીકલ્સ ગ્રુપમાં રાજકોટ સ્થિત રાજયનાં સીનીયર રાજકીય નેતાનું કનેકશન છે અને તે પણ ઈન્કમટેકસની તપાસમાં ખુલવાની આશંકા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને અમદાવાદમાં જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર આઇટીની ટીમો ત્રાટકી હતીઅને એકસાથે 40 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતાજેમાં રાજકોટ,અમદાવાદ, બરોડાના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા હતા.