મેઘવિરામ વચ્ચે પણ રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ
છોટા ઉદેપુરના બોડેલીમાં પોણા બે ઇચ, જામજોધપુર અને દ્વારકામાં અડધો ઈંચ
રાજકોટ : ગુરુવાર બાદ શુક્રવારે પણ રાજ્યમાં મેઘવિરામ જેવી સ્થિતિ વચ્ચે કુલ 135 તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના બોડેલીમાં પોણા બે ઇચ તેમજ જામજોધપુર અને દ્વારકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ શુક્રવારે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 44 મીમી, જેતપુર પાવીમાં 33 મીમી, અરવલ્લીના મોડાસામાં 29 મીમી, છોટાઉદેપુર 26 મીમી, સંખેડામાં 26 મીમી, ડાંગ અને કપરાડામાં 23-23 મીમી,સોનગઢમાં મીમી અને જામનગરના જામ જોધપુરમાં 13 તેમજ દ્વારકામાં 13 મીમી વરસાદ સહિત કુલ 132 તાલુકામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો.