Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વ્યાજખોરીની ફરિયાદ-વાહવાહીનો ‘વરસાદ’: રાજકોટ પોલીસ દ્વારા આયોજિત જનસંપર્ક સભામાં રિક્ષાચાલક, સરપંચ, ધંધાર્થી સહિતનાએ ઠાલવી વ્યથા

Wed, March 25 2026

રાજકોટમાં દર બીજા-ત્રીજા દિવસે અલગ-અલગ પોલીસ મથકોમાં વ્યાજખોરીની ફરિયાદ નોંધાતી રહે છે. એકંદરે વ્યાજનો ભરડો દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યો હોય તેને નાબૂદ કરવા દોઢ વર્ષ બાદ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે નાણાં ધીરનાર ઈસમો વિરુદ્ધ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા ત્યારે તેમાં વ્યાજખોરીની ફરિયાદની સાથે સાથે જ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વાહવાહીનો વરસાદ થવા પામ્યો હતો. અંદાજે દોઢ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન મૌખિક રીતે વ્યાજખોરીની ફરિયાદ થઈ તેની તુલનાએ પોલીસ દ્વારા કરાયેલી કાર્યવહીના વખાણ વધુ થવા લાગતાં લોકો ખુરશી છોડીને રવાના થવા લાગ્યા હતા. એકંદરે આ કાર્યક્રમમાં રિક્ષાચાલક, સરપંચ, વિવિધ ધંધાર્થી સહિતનાએ પોતાની વ્યથા અધિકારીઓ સમક્ષ ઠાલવી હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

આ પછી હોલમાં જ અલગ-અલગ પોલીસ મથકના ટેબલ ગોઠવવામાં આવ્યા હોય ત્યાં અરજદારોની અરજી લઈ ફરિયાદોનું નિરાકરણ કરવા તજવીજ આદરવામાં આવી હતી. એકંદરે આ જનસંપર્ક સભામાં આજીડેમ પોલીસ મથક સિવાય તમામ પોલીસ મથકે વ્યાજખોરી સામે કાર્યવાહી કરવામાં `ઝડપ’ રાખ્યાનો નિષ્કર્ષ પણ નીકળ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા ઉપરાંત તમામ એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉધાર લઈને જલ્સા ન કરો, ફસાયા હોય તો ફરિયાદ કરવા આવો: પોલીસ કમિશનર

કાર્યક્રમને સંબોધન કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ લોકોને અપીલ કરતા જણાવ્યું કે બર્થ-ડે પાર્ટી, લગ્ન સહિતના પ્રસંગો માટે ઉધાર પૈસા લઈને જલ્સા ન કરવા જોઈએ અને જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવશો તો ક્યારેય વ્યાજના ચક્રમાં ફસાશો નહીં. જો વ્યાજખોરની ચુંગાલમાં ફસાયા હોય તો હિંમતભેર સામે આવી તમારી ફરિયાદ કરો. જો પોલીસ મથકે જઈને ફરિયાદ કરવામાં ડર કે સંકોચ થઈ રહ્યો હોય તો એસીપી, ડીસીપી અને ત્યાં સુધી કે મારી ઓફિસમાં આવીને પણ રજૂઆત કરી શકો છો. જો તમે સમયસર ફરિયાદ કરશો તો પોલીસ ઝડપથી કાર્યવાહી કરશે પરંતુ તેના માટે પ્રયત્ન કરવો જરૂરી છે.

આ પણ વાંચો:રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસો. પ્રમુખે જ અફવા ફેલાવી કે જથ્થો ખૂટી ગયો! રાજ્યમાં પ્રથમ ગુનો નોંધાયો

`કર્જામુક્તિ અભિયાન’થી લોકો ન ભરમાય, લોન લીધી હશે તો પૈસા ચૂકવવા પડશે: બેન્ક અધિકારી

જનસંપર્ક સભામાં ઉપસ્થિત એસબીઆઈના અધિકારી સંજયભાઈએ જણાવ્યું કે તાજેતરમાં અમુક લોકો દ્વારા કર્જામુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં ભરમાવું જોઈએ નહીં કેમ કે લોન લીધી હશે તો પૈસા ચૂકવવા જ પડશે. વળી, લીધેલી લોન પરત કરવામાં નહીં આવે તો તમારો ક્રેડિટસ્કોર પણ ખરાબ થઈ જશે અને ભવિષ્યમાં બીજી વખત ક્યારેય લોન મળશે નહીં એટલા માટે લીધેલી લોન સમયસર ભરપાઈ કરવી જરૂરી બની જાય છે.

સરપંચ તેમજ આજીડેમ પીઆઈ વચ્ચે જામી પડી !

આ કાર્યક્રમમાં જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા કે જેમના પત્ની હંસાબેન ઝાપડીયા સરપંચ તરીકે કાર્યરત છે તેમણે પોતાની રજૂઆત કર્યા બાદ રોષભેર બહાર નીકળી ગયા હતા અને આજી ડેમ પોલીસ મથક વિસ્તારના ટેબલ પર જઈને અરજી આપી હતી. આ વેળાએ આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજા પણ ત્યાં પહોંચતાં થોડો સમય માટે સરપંચ હંસાબેન, તેમના પતિ સહિતના સાથે જામી પડતાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું.

સાહેબ, ભત્રીજો 20% વ્યાજ વસૂલે છે, રિક્ષામાં રહેવા મજબૂર છું

હુડકોમાં રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ નાથાભાઈ ચાવડાએ જણાવ્યું કે તેમણે સગા ભત્રીજા પાસેથી ૨૦ હજાર રૂપિયા 20% વ્યાજે લીધા હતા અને અત્યાર સુધીમાં એક લાખ રૂપિયા ભરપાઈ કરી દીધા છે આમ છતાં મારકૂટ કરી ભત્રીજો ધમકાવી રહ્યો છે અને ઘર પણ પચાવી પાડતાં હાલ રિક્ષામાં રહેવા મજબૂર બન્યો છું. આ ફરિયાદ સાંભળી તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે પાકિસ્તાન રહેવા ચાલ્યા જશું

કોટડાસાંગાણી નજીક આવેલા ગામના મહિલા સરપંચ હંસાબેન ઝાપડિયા અને તેમના પતિ જગાભાઈ ઝાપડિયાએ રોષપૂર્વક રજૂઆત કરતાં જણાવ્યું કે તેમણે ભાણેજ પ્રકાશ પ્રભાત ચાવડા પાસેથી વ્યાજે પૈસા લઈને તે પરિવારની જ વ્યક્તિને આપ્યા હતા. જો કે જેને પૈસા આપ્યા તે ભાગી જતાં પૈસા ચૂકવવાની જવાબદારી જગાભાઈ ઉપર આવતાં પ્રકાશે કડક ઉઘરાણી કરતાં જ ગત 7-4-2025ના તેમણે ઝેરી દવા પી લીધી હતી. 30 લાખના બદલામાં એક કરોડ ચૂકવી દીધા છતાં 1.48 કરોડ રૂપિયા વધુ માંગતો હોય આજી ડેમ પોલીસ મથક દ્વારા 59 દિવસ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હજુ પણ પૂરતી કાર્યવાહી ન થઈ રહી હોય પરિવાર હેરાન-પરેશાન થઈ ગયો છે. જો કાર્યવાહી નહીં કરાય તો ૨૭ માર્ચથી આખોયે પરિવાર પાકિસ્તાન રહેવા માટે ચાલ્યો જશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી !

પુજારા ફાયનાન્સનો હિરેન પુજારા 11 તોલા ઓળવી ગયો છે

જનસંપર્ક સભામાં પ્રમોદભાઈ ખાખરિયાએ રજૂઆત કરતાં જણાવ્યું કે તેમણે 2023માં પુજારા ફાયનાન્સના હિરેન પુજારા પાસે 11 તોલા સોનાના દાગીના ગીરવે મુકી લોન લીધી હતી જેનું દર મહિને 18 હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા હતા. આ પછી પૈસાની સગવડ થઈ જતાં ઘરેણા છોડાવવા માટે ગયા તો હિરેન પુજારાએ ઘરેણા આપવાની જગ્યાએ માથાકૂટ શરૂ કરી દેતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે હજુ સુધી આ ઘરેણા પરત મળ્યા ન હોય તેમણે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

હવે વિદ્યાર્થીઓને સુખડી નહિ પીરસાય! મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો: મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ અપાશે

Next

રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસો. પ્રમુખે જ અફવા ફેલાવી કે જથ્થો ખૂટી ગયો! રાજ્યમાં પ્રથમ ગુનો નોંધાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આરોગ્ય કેન્દ્ર બંધ હોય તો હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ ચાલશે: રાજકોટ મનપાએ કરી નવી વ્યવસ્થા
29 મિનિટutes પહેલા
હવે વિદ્યાર્થીઓને સુખડી નહિ પીરસાય! મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો: મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ અપાશે
49 મિનિટutes પહેલા
વ્યાજખોરીની ફરિયાદ-વાહવાહીનો ‘વરસાદ’: રાજકોટ પોલીસ દ્વારા આયોજિત જનસંપર્ક સભામાં રિક્ષાચાલક, સરપંચ, ધંધાર્થી સહિતનાએ ઠાલવી વ્યથા
1 કલાક પહેલા
રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસો. પ્રમુખે જ અફવા ફેલાવી કે જથ્થો ખૂટી ગયો! રાજ્યમાં પ્રથમ ગુનો નોંધાયો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3017 Posts

Related Posts

ચંદ્રની સપાટીથી 40 સે. મી. ઊપર આવ્યું, ફરી સોફ્ટ લેન્ડિંગ કર્યું
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની કરી જાહેરાત : ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
RAJKOT : બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદકો મારનાર ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું સારવારમાં મોત
ક્રાઇમ
4 મહિના પહેલા
વાહ .. અર્થતંત્ર વિષે રેટિંગ એજન્સીએ કેવી ગુલાબી વાત કરી ? વાંચો
બિઝનેસ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર