વોટ ચોરી રાષ્ટ્રવિરોધી કૃત્ય રાહુલ ગાંધીનો આરોપ
લોકસભામાં ચૂંટણી સુધારા પર ખાસ ચર્ચા દરમિયાન, કોંગે્રસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ અને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આરએસએસને સમાનતાની ભાવના સાથે સમસ્યા છે અને તેણે બંધારણીય સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. “એમણે સરકાર પર ચુંટણી ચોરી અને વોટ ચોરીનો આરોપ મૂકીને કહ્યું હતું કે વોટ ચોરી રાષ્ટ્રવિરોધી કામ છે. હરિયાણાની ચુંટણીની ચોરી કરાઇ હતી. રાહુલે ખાદીનો ઉલ્લેખ કરીને ચર્ચા શરૂ કરી. તેમણે કહ્યું કે આપણો દેશ એક કાપડ જેવો છે.
જેમ કાપડ ઘણા દોરાથી બનેલું છે, તેમ આપણો દેશ પણ ઘણા લોકોથી બનેલો છે. રાહુલે કહ્યું કે દેશના કપડાં રાષ્ટ્રને અનુસંધાન પાના નં.19 પ્રતિિંબબિત કરે છે. બધા દોરા સમાન અને મહત્વપૂર્ણ છે. એવી જ રીતે દેશમાં બધા લોકો સમાન છે. રાહુલે કહ્યું કે દેશની બંધારણીય સંસ્થાઓને મત માટે કબજે કરવામાં આવી રહી છે. આરએસએસ સભ્યોને યુનિવર્સિટીઓમાં કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. વીસીની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવી રહી નથી. EC, CBI અને EDને પણ કબજે કરવામાં આવ્યા છે. મનીષ તિવારીએ બેલેટ પેપર વડે ચુંટણી કરાવવાની માંગ કરાઇ હતી. એમણે કહ્યું હતું કે કાયદા મુજબ પંચને એસઆઇઆર કરવાનો અધિકાર જ નથી.
CECની પસંદગીમાં શાસક પક્ષનો અંતિમ નિર્ણય
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા અને સરકાર પર નિશાન સાધ્યું. વિપક્ષના નેતાએ કહ્યું કે ચૂંટણી પંચ શાસક પક્ષ સાથે મિલીભગતમાં છે. “અમે આના પુરાવા આપ્યા છે. ચૂંટણી પંચ કબજે કરવામાં આવ્યું છે. સરકાર ઇસીનો ઉપયોગ કરી રહી છે. લોકશાહીનો નાશ કરવા માટે ચૂંટણી પંચનો ઉપયોગ થઈ રહ્યો છે.” રાહુલે કહ્યું કે ચૂંટણી પંચની પસંદગી કરવાના નિયમોમાં ફેરફાર કરાયા હતા. તેમણે કહ્યું કે સીઈસીની પસંદગીમાં શાસક પક્ષનો અંતિમ નિર્ણય છે. શાસક પક્ષ ચૂંટણી પંચને નિયંત્રિત કરી રહ્યો છે. રાહુલે લોકસભામાં બ્રાઝિલિયન મોડેલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બ્રાઝિલિયન મોડેલનું નામ મતદાર યાદીમાં 22 વખત દેખાયું, જ્યારે એક મહિલાનું નામ 200 વખત દેખાયું. કોંગે્રસના સાંસદે વધુમાં પૂછ્યું કે સીઈસીને નિયંત્રિત કરવાનો અર્થ શું છે? ઇસીને સીસીટીવી ફૂટેજનો નાશ કરવાની સત્તા કેમ આપવામાં આવી? સીઈસી માટે સજાની જોગવાઈ કેમ દૂર કરવામાં આવી? હરિયાણા ચૂંટણીનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે હરિયાણા ચૂંટણી ચોરી કરાઇ હતી.
