Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

Rajkotની SOS સ્કૂલમાં રેગિંગ : જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી કિશોરને ક્રૂરતાપૂર્વક પટ્ટે-પટ્ટે માર માર્યો, વિડીયો થયો વાયરલ

Wed, March 12 2025

રાજ્યની શાળામાં રેગિંગની ઘટનામાં વધારો થતો જાય છે. એક અઠવાડિયામાં ત્રીજો બનાવ સામે આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ભાવનગર અને પચ્છમ બાદ રાજકોટમાં પણ રેગિંગનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરની SOS સંસ્થામાં સાથી વિદ્યાર્થીઓએ કિશોરને માર મારતા જુનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તસવીરોમાં જોઈ શકાઈ છે કે વિદ્યાર્થીને કેટલી ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવ્યો છે. ત્યારે પરિજનો દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

રેગિંગ મામલે વિદ્યાર્થીનું નિવેદન

આ મામલે પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ‘પહેલાં મને હોસ્ટેલના રૂમમાં બોલાવવામાં આવ્યો અને બાદમાં 7-8 વિદ્યાર્થીઓએ રૂમ બંધ કરી દીધો અને બધાએ મને પટ્ટા અને અન્ય વસ્તુઓથી માર મારવાનું શરૂ કરી દીધો હતો. મારી સાથે જાતિવાચક શબ્દો વાપરીને હિંસા કરવામાં આવી હતી. મારી સિવાય અન્ય બે લોકોને પણ માર મારવામાં આવ્યો હતો. જે લોકોએ મારી સાથે રેગિંગ કરી તેમાંથી કોઈ સાથે મારી કોઈ માથાકૂટ કે ઝઘડો થયો નહતો. તેમ છતાં મારી સાથે આ વર્તન કરવામાં આવ્યું હતું.’ આ ઘટના બાદ શાળા અને હોસ્ટેલના સંચાલકો સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. જો કે આ મામલે શાળાના સંચાલકો દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે આ મામલે શિક્ષણ અધિકારી દ્વારા પણ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું !!

રાજકોટની SOS સ્કુલમાં રેગિંગની ઘટના : વિદ્યાર્થીને જ્ઞાતિ પ્રત્યે અપમાન કરી માર માર્યો, જુઓ શું કહ્યું પિતાએ

ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાનું નિવેદન

વિદ્યાર્થી ધોરણ 8થી રાજકોટની sos સંસ્થામાં અભ્યાસ કરતો હતો જેને પરીક્ષા પહેલા જ્ઞાતી પ્રત્યે હડધૂત કરીને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ મામલે એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં પિતા પોતાના બાળકને કેવી રિતે માર મારવામાં આવ્યો છે તે દેખાડી રહ્યા છે. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, હું સુત્રાપાડાનો રહેવાસી છું અને વ્યવસાયે સરકારી શિક્ષક છું. મારો છોકરો રાજકોટ SOSમાં પાંચ વર્ષથી અભ્યાસ કરે છે. જેને 12 સાયન્સની પરીક્ષા ચાલુ હતી, ત્યારે 10 તારીખના રોજ મને છોકરાએ ફોન કર્યો કે પપ્પા મારે ઘરે આવવું છે. અહીં રહેવું નથી, મારી પરીક્ષા પૂરી થઇ ગઇ છે. મેં સમજાવ્યો પણ એણે જીદ કરી તો મને શંકા ગઇ એટલે હું ત્યાં ગયો. ત્યારે મને જાણ થઇ કે છોકરાને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. છોકરાને જાતિ પ્રત્યે પણ હડધૂત અને વારંવાર ધમકી આપીને માનસિક ટોર્ચર કરવામાં આવતો હતો. મને સંસ્થાએ કહ્યું કે તમારે કંઇ કરવાનું થતું નથી.

અમદાવાદ અને ભાવનગરમાં પણ રેગિંગની ઘટના

શનિવારે (9 માર્ચ) અમદાવાદ જિલ્લાના ધંધુકાના પચ્છમ ગામની છાત્રાલયનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અન્ય સગીર વિદ્યાર્થી સાથે અભદ્ર હરકત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોના અવાજમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે, પીડિત વિદ્યાર્થી પર એટલી હદે કૃરતા આચરવામાં આવી રહી છે કે, તે પોક મૂકીને રડી રહ્યો છે.

શુક્રવારે (7 માર્ચ) ભાવનગરની મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે ઈન્ટર્ન ડોક્ટર્સને ગત રાત્રિના મેડિકલ કોલેજ નજીકના સર્કલ પાસેથી બે કારમાં બેસાડીને હિલડ્રાઈવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથેના 4 ઈન્ટર્ન સહ અધ્યાયી તથા બે સિનિયર તબીબ અને બહારના અન્ય બે શખ્સો દ્વારા તેમની પાસે જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને જો ના બોલે તો માર મારતા હતા.

Share Article

Other Articles

Previous

ટ્રેન હાઈજેકમાં ભારતનો હાથ હોવાનો પાક સરકારનો આરોપ : વિદ્રોહીઓ સામે લાચાર બનેલી સરકારનો આબરૂ બચાવવા નવો પેતરો

Next

સૂર્યવંશમ ફેમ એક્ટ્રેસ સૌંદર્યાની આ કારણોસર થઈ હતી હત્યા : મૃત્યુના 22 વર્ષ બાદ ખૂલ્યો રાઝ, વાંચો સમગ્ર ઘટના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટની સોનીબજારમાં નવાનાકા પાસે આવેલા અમિત જવેલર્સના રાત્રે તાળા તૂટ્યા, 5 જેટલા શખ્સો સીસીટીવીમાં કેદ: તિજોરી ન તૂટતાં રોષે ભરાયેલા તસ્કરોએ દુકાનમાં કરી તોડફોડ
26 મિનિટutes પહેલા
પાકિસ્તાનના બહાવલપુરમાં આતંકી ગુરુ મસુદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય સંજોગોમાં મોત
30 મિનિટutes પહેલા
હોર્મુઝ જળ માર્ગ ન ખુલે તો પણ ઈરાન યુદ્ધમાંથી વહેલા બહાર નીકળી જવા ટ્રમ્પની તૈયારી, વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ
32 મિનિટutes પહેલા
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ મચી જતા 8 મહિલાઓના કચડાઈને મૃત્યુ, 12 ઘાયલ
32 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

કિન્નર અખાડાનો મોટો નિર્ણય : મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા, વાંચો શા માટે કરવામાં આવી કાર્યવાહી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ!
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જામનગર SOGએ જોડીયા બંદર પાસે બાવળની જાળીમાંથી 9 લાખનો ચરસનો જથ્થો ઝડપ્યો : 3 શખ્સની અટકાયત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
લકઝરિયસ હોટેલમાં ડૉક્ટરો માટે દરરોજ થાય છે ટેબલ મિટિંગ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર