રાજકોટ એરપોર્ટ પર ડિસેમ્બર સુધીમાં ‘રડાર’લાગી જશે: 2 મિનિટમાં થશે ફ્લાઈટ લેન્ડિંગ અને ટેકઓફ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક આધુનિક ડિવાઇસ અને ઓટોમેશન સાથે 31 ડિસેમ્બર સુધીમાં રડાર તૈયાર થઈ જશે જેના કારણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ બે મિનિટમાં લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકશે, આ ઉપરાંત એક સાથે 10 થી વધુ ફ્લાઇટ પણ ઓપરેટ એક જ સમયે કરી શકાશે.

એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહની દીર્ઘદ્રષ્ટિથી રાજકોટના એરપોર્ટ પર રૂપિયા 10 કરોડના ખર્ચે આ રડાર નાખવામાં આવશે જેના માટે હિરાસર એરપોર્ટ પર એટીસી ટાવર સામે રડાર માટેનું બિલ્ડીંગ તૈયાર થઈ રહ્યું છે ગુજરાતમાં અમદાવાદ,જામનગર, પોરબંદર અને ભુજ એરપોર્ટ ખાતે રડારની સુવિધા ઉપલબ્ધ છે જ્યારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ હોવાના લીધે ડીજીસીએના નિયમોને અનુસાર એટીસી ટાવર પર રડાર ફરજિયાત હોવાના કારણે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહનાં પ્રયાસોના લીધે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થતા ની સાથે જ રડાર માટેની મંજૂરી મળી ગઈ અને હાલમાં તેની કામગીરી ચાલી રહી છે જે 31 ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ થઈ જશે તેવું એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં એરપોર્ટ ઓથોરિટી સંચાલિત પોરબંદર અને ભુજ એમ બે એરપોર્ટ અને જામનગરમાં એરફોર્સ સંચાલિત એરપોર્ટ પર રડાર ની સુવિધા ઉપલબ્ધ છે ,પોરબંદરનું રડાર મુંબઈ એટીસી સાથે કનેક્ટેડ છે, રાજકોટમાં જ્યારે રડારની સુવિધા શરૂ થશે ત્યારે અમદાવાદ સાથે કનેક્ટેડ રહેશે. એર ટ્રાફિક કંટ્રોલ અને પાયલોટ વચ્ચે સંકલનનું કામ રડાર દ્વારા થાય છે,કોઈપણ ફ્લાઈટ લેન્ડીંગ કે ટેકઓફ કરાવવાની હોય એ સમયે નેવિગેશનની પ્રક્રિયા માટે એટીસીમાંથી સતત ધ્યાન રાખવું પડે છે જેના લીધે અન્ય ફ્લાઈટ સાથેના કનેક્શનમાં વધારે સમય લાગે છે પરંતુ રડાર નાખવાથી એક જ સમયે એક સાથે અન્ય વિમાન કંટ્રોલ કરવામાં પણ સરળતા રહેશે જેના લીધે ફ્લાઇટ ઓપરેશનના સમય બચશે.

આધુનિક જ ડિવાઇસ અને ઓટોમેશન સાથેનું રાજકોટનું “રડાર”
એક એરક્રાફ્ટના લેન્ડિંગ અને ટેકઓફ માટે પાંચ મિનિટ જેટલો સમય લાગે છે પરંતુ જ્યારે રડારમાં ઓટોમેશન અને ડિવાઇસ ઇન્સ્ટોલેશન થઈ જશે ત્યારબાદ આ જ ફ્લાઈટ 1 થી 2 મિનિટ ની અંદર લેન્ડિંગ અને ટેકઓફ કરી શકાશે. જેના કારણે ફલાઈટ ઓપરેશન માં સલામતી અને પેસેન્જર નો સમય પણ બચી શકશે. વિમાનોનું મોનિટરિંગ ડેટા પોઝિશન સિસ્ટમથી મોનિટરિંગ થાય છે, જે ક્યારેક અનિશ્ચિત હોય છે જેના કારણે હવામાં એક સાથે ઉડાન કરતા બે વીમાનો વચ્ચે 2000 ફૂટનો અંતર રાખવું પડે છે આથી ઘણી વખત ફ્લાઇટને ટેક્સી વે પર રાહ જોવી પડતી હોય છે એરપોર્ટ પર આ રડાર તૈયાર થઈ જશે જે 200 નોટિકલ માઈલની કેપેસિટી ધરાવે છે જેના કારણે એક સાથે 10 વિમાનોનું લેન્ડિંગ કરાવવું શક્ય બનશે.
આ પણ વાંચો : ફિલ્મને ટક્કર મારે તેવું ઇન્કમટેક્સનું સીરામીક ઓપરેશન : મોરબીનું લેવીસ ગ્રુપ કઈ રીતે આવ્યું ITની રડારમાં? વાંચો ઈનસાઈડ સ્ટોરી
જૂનું એટીસી ટાવર તોડશે નહી, ભવિષ્યમાં ઉપયોગમાં લેવાશે
એરપોર્ટ પર નવું એટીસી ટાવર કાર્યરત થઈ ગયું છે, હંગામી ટર્મિનલની જેમ ત્યાં જૂનું એટીસી ટાવર પણ બનાવવામાં આવ્યું હતું જ્યાંથી બે વર્ષ ફ્લાઇટનું સંચાલન એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા વિભાગ કરવામાં આવ્યું હતું, નવું એટીસી ટાવરની સાથે જૂનો ટાવર પણ યથાવત રાખવામાં આવશે. અધિકારીઓએ કહ્યું હતું કે આ ટાવરને સ્ટેન્ડ બાય રખાશે, ભવિષ્યમાં જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકાય તે માટે આ ટાવરને તોડવામાં આવશે નહીં.
