ઘણી ખરી સજા ભોગવી ચુકેલા કેદીઓને ન્યાય મળશે : અમિત શાહ
વર્ષોથી જેલમાં રહેલા અંડરટ્રાયલને 26 નવેમ્બર સુધીમાં સારા સમાચાર મળી શકે છે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 26 નવેમ્બરના રોજ આવી રહેલા બંધારણ દિવસ પહેલાં તેમની મહત્તમ સજાનો એક તૃતીયાંશ ભાગ પૂર્ણ કરી ચૂકેલા તમામ અન્ડરટ્રાયલ માટે ન્યાય સુનિશ્ચિત કરવાના સરકારના ધ્યેયની જાહેરાત કરી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે, બંધારણ દિવસની ઉજવણી પહેલાં તેમના પર આરોપ મૂકાયેલા ગુના માટે મહત્તમ સજાના એક તૃતીયાંશ ભાગની સજા ભોગવી ચૂકેલા તમામ અન્ડરટ્રાયલને ન્યાય મળે તે માટે કેન્દ્ર પ્રયત્ન કરશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, “અમે કોર્ટ, પ્રોસિક્યુશન અને પોલીસને સમય મર્યાદામાં તેમનું કામ પૂર્ણ કરવા માટે 60 જોગવાઈઓ મૂકી છે. અમે જેલ માટે પણ જોગવાઈ કરી છે જેથી કરીને જો ચોક્કસ સમયગાળા પછી ટ્રાયલ ચાલુ ન હોય તો, – બિન-ગંભીર ગુનાઓ સિવાય – જેલ અધિકારીએ જામીન પ્રક્રિયા કોર્ટમાં રજૂ કરવાની રહેશે.”
અહી મળેલી ૫૦મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયંસ કોન્ફરન્સમાં બોલતા અમિત શાહે કહ્યું હતું કે, અમારો પ્રયાસ છે કે સંવિધાન દિવસ પહેલા દેશની જેલોમાં એક પણ કેદી એવો ન રહે કે જેણે એક તૃતીયાંશ સજા ભોગવી હોય અને હજુ સુધી તેને ન્યાય ન મળ્યો હોય.
ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે ભારત અને વિશ્વ સાયબર ક્રાઇમ, ઘૂસણખોરી, ડ્રોનનો ગેરકાયદેસર ઉપયોગ, માદક દ્રવ્ય અને ડાર્ક વેબના દુરુપયોગના પડકારોનો સામનો કરે છે અને ભારતે આ પડકારોનો ઉકેલ શોધવામાં આગેવાની લેવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓએ આ પાંચ ક્ષેત્રોમાં ગુનેગારોથી એક પગલું આગળ રહેવું પડશે.
તેમણે કહ્યું હતું કે ૧૫૦ વર્ષ જૂના કાયદામાં નાગરિકો મધ્યમાં ન હતા. જ્યારે હવે બનેલા ત્રણ કાયદામાં નાગરિક અને નાગરિકના અધિકાર ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ ત્રણ કાનૂનમાં બધી જ વસ્તુઓ ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. આનાથી ખૂબ જ ઝડપી ન્યાય પ્રક્રિયા ખૂબજ ઝડપી બનશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે દેશભર માંથી ઉપસ્થિત મહાનુભાવોને જણાવતા કહ્યું હતું કે, એ.આઈના ઉપયોગ કરી સંગ્રહેલા ડેટાને પરિણામ લક્ષી બનાવી એનાલિસિસ થકી પ્રેક્ટિકલ વિશ્લેષણ દ્વારા વ્યવસ્થાને સુધારવાની જરૂરિયાત હોવાનું સૂચન કર્યું હતું.આ વિષયને તેમણે એક ચેલેન્જના રૂપમાં સ્વીકારવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.