વડાપ્રધાન મોદી ૧૬મીએ ગાંધીનગરની મુલાકાતે આવે તેવી સંભાવના
ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટ તેમ જ ગીફ્ટ સિટીના પ્રોજેક્ટ ખુલ્લા મુકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૬ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરની મુલાકાતે આવે તેવી સંભાવના છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ખુલ્લો મુકશે સાથોસાથે ગીફ્ટ સિટીના કેટલાક મહત્વના પ્રોજેક્ટ પણ ખુલ્લા મૂકી શકે છે.
વડાપ્રધાનની આ સૂચિત મુલાકાત સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ જુદા જુદા વિભાગ સાથે બેઠક યોજી હતી અને કન્ગીરીની સમીક્ષા કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેવા સેતુ યોજના શરુ કરી શકે છે. આ યોજનાની શરૂઆત ૧૭મી સપ્ટેમ્બરથી એટલે કે વડાપ્રધાન મોદીના જન્મદિવસથી શરુ થવાની છે. નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ગુજરાતની પહેલી મુલાકાત હશે.