વડાપ્રધાન મોદી ગુજરાતમાં : ભાવનગરમાં કર્યો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, મોદી-મોદીના નારા લાગ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત દેશને એક લાખ કરોડના વિકાસ કામોની ભેટ આપશે. એરપોર્ટ પર આગમન બાદ ભવ્ય રોડ શો પણ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રોડ શો દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા. ત્યારે આજે વડાપ્રધાન મોદી જાહેરસભાને પણ સંબોધશે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો
— BJP Gujarat (@BJP4Gujarat) September 19, 2025
તારીખ: 20 સપ્ટેમ્બર, 2025 – શનિવાર
લાઈવ નિહાળો:
* https://t.co/dSqhPS9ngD
* https://t.co/k3tr0N9Xn4
* https://t.co/gDXaSM7jQg#SamudraSeSamriddhi pic.twitter.com/FabI0XWGyk
વડાપ્રધાન મોદી કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

ભાવનગર આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની જનતાને પણ અનેક કાર્યોની ભેટ આપશે. તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. કુલ મળી વડાપ્રધાન મોદી ભાવનગર ખાતેથી ₹1 લાખ કરોડથી વધુની કિંમતના વિકાસકાર્યોની ભારતની જનતાને ભેટ આપશે. સાથે જ ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ તેમજ મત્સ્યોદ્યોગ (કૃષિ વિભાગ) વિભાગનો સમાવેશ થાય છે.

કચ્છનું ધોરડો ગામ સોલાર આધારિત બન્યું
યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન થયું છે, જેનાથી સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થશે તથા ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. વડાપ્રધાનના હસ્તે ભાવનગર ખાતેથી સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કરશે.
