ACBના વડા પિયૂષ પટેલ સહિત 23 અધિકારી-કર્મીઓને મળશે પ્રેસિડેન્ટ મેડલ : રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત
સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા આપનારા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે પ્રેસિડેન્ટ મેડલ મતલબ કે રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત ગુજરાતના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ પસંદગી પામ્યાહતા જેમાં એસીબીના વડા પિયૂષ પટેલ, સુરતના જેસીપી ક્રાઈમ શરદ સિંઘલ સહિતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગોંડલના બે શખ્સોએ સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપી લાખો કમાઇ લીધા : 16.50 લાખની છેતરપિંડીના કેસમાં ધરપકડ

આ ઉપરાંત ગુજરાત આઈબી વિભાગના એસપી મુકેશ જગદીશચંદ્ર સોલંકી, સુરત સેક્ટર-રના જેસીપી કે.એન.ડામોર, સુરત ઝોન-૫ના અધિક પોલીસ કમિશનર આર.પી. બારોટ, પંચમહાલ-ગોધરાના ડીવાયએસપી બાબુભાઈ લીલાભાઈ દેસાઈ, કાયદો અને વ્યવસ્થા વિભાગની જી-1 શાખાના બિન હથિયારી ડીવાયએસપી મહાવીરસિંહ હિતેન્દ્રસિંહ વાઘેલા, વલસાડના ડીવાયએસપી ભૂપેન્દ્રકુમાર નટવરલાલ દવે, વલસાડ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-14ના સેનાપતિ મિલીન્દ બાલકૃષ્ણ સૂર્વે, સુરત શહેરના બિન હથિયારી PSI રાજેન્દ્રસિંહ માનસિંહ સોલંકી, સ્ટેટ મોનિટરિંગ સેલના PSI વિષ્ણુસિંહ કલ્યાણસિંહ રાઠોડ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૩-મડાણાના વાયરલેસ PSI લલિતકુમાર પુનમચંદ જોષી, આમદવાદ શહેરના ASI કમલેશ અરુણભાઈ પાટિલ, સુરતના ASI અનિલકુમાર વિનજીભાઈ ગામીત, સુરતના ASI પરેશકુમાર ધીરજલાલ પટેલ, ASI સહદેવભાઈ વરવાભાઈ દેસાઈ, ખેડા-નડિયાદના ASI વિનોદકુમાર નામદેવ વાડલે, પશ્ચિમ રેલવે અમદાવાદના બિન હથિયારી ASI બકુલકુમાર હરજીવનભાઈ પરમાર, અમદાવાદના બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ રાકેશસિંહ રામવીરસિંહ ભદોરિયા, પૂર્વ કચ્છ-ગાંધીધામના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નટુભા જાડેજા સહિત ૨૩ને વિશિષ્ટ સેવા અંગેનો પોલીસ મેડલ તેમજ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ માટે પસંદગી થઈ હતી.
