રાજકોટમાં PM મોદીનો રોડ શો કેન્સલ: ડે.સીએમ હર્ષ સંઘવીની વાઇબ્રન્ટ સમિટને લઈને અધિકારીઓ સાથે બેઠક,તૈયારીઓની સમીક્ષા
11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ પહેલાં તેમનો દોઢ કિલોમીટરનો રોડ-શો યોજાવાનો હતો ત્યારે હવે રોડ શોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 11મી જાન્યુઆરીએ યોજાનારો વડાપ્રધાન મોદીનો રોડ શો કેન્સલ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીનો રોડ શો કેન્સલ
રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી 11 જાન્યુઆરી કરવામાં છે ત્યારે રવિવારે વડાપ્રધાન રાજકોટ આવી પહોંચ્યા બાદ જૂના એરપોર્ટથી તેમનો રોડ-શો કરવાના હતા ત્યારે હવે રાજકોટમાં વડાપ્રધાન મોદીનો રોડ શો કેન્સલ કરવામાં આવ્યો છે.
હવે 10 જાન્યુઆરીએ સોમનાથમાં PM મોદી રાત્રીરોકાણ કરશે
શિડ્યૂલમાં ફેરફાર થતા PM મોદીનો રોડ-શૉ રદ કરવામાં આવ્યા છે. હવે 10 જાન્યુઆરીએ સોમનાથમાં PM મોદી રાત્રીરોકાણ કરશે. સોમનાથમાં કાર્યક્રમમાં હાજરી આપી PM મોદી રાજકોટ આવશે અને મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે તેમજ 11 જાન્યુઆરીએ PM મોદી વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.
હર્ષ સંઘવીની વાઇબ્રન્ટ સમિટને લઈને અધિકારીઓ સાથે બેઠક
11 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થશે. આ કોન્ફરન્સ કચ્છ સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમણે કલેક્ટર કચેરી ખાતે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે તેમજ રીજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત બાબતો અંગે વિવિધ બેઠકો કરી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી પ્રેસ મીડિયાને સંબોધન પણ કર્યું હતું.
વાઇબ્રન્ટ સમિટના લઈને હર્ષ સંઘવીને પ્રેસ કોન્ફરન્સ
વાઇબ્રન્ટ સમિટના લઈને ડેપ્યુટી સીએમ અને રાજ્યના ઉધ્યોગ મંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ રાજકોટમાં યોજાઇ હતી જેમાં તેમણે વિવિધ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ 11મી જાન્યુઆરીથી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મદીના હસ્તે 11મી જાન્યુઆરીના રોજ બપોરે મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમજ 6 વિશાળ ડોમમાં તૈયાર કરવામાં આવેલ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ પણ વાંચો :સાઉદીએ વિક્રમ સર્જ્યો: એક વર્ષમાં 356 લોકોને ફાંસીના માંચડે લટકાવ્યા, મૃત્યુદંડ પામેલા મોટાભાગના ગુનેગારો વિદેશના
5000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો આપશે
વડાપ્રધાન સાથે જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂત, 5000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે.વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ પ્રોગ્રામ થકી સૌરાષ્ટ્ર પ્રદેશની ઔધ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ આપવામાં આવશે.
બે દિવસના કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન, MSME કોંકલેવ, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો સહિતના કાર્યક્રમો યોજાશે. બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ, ઉર્જા, સિરામિક, ઓટો, મત્સ્ય ઉદ્યોગ, ટેક્સટાઇલ્સ અને પ્રવાસન, ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં રહેલી તકો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ, કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, આર્ટિઝન્સ દ્વારા તેમની કલા પ્રદર્શન, ઉદ્યમી મેળો સહિતનું આયોજન કરવામાં આવેલ છે
