પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ હાલમાં માર્ચ મહિનાને કારણે કામગીરીમાં વ્યસ્ત હોવાથી ટેકનીકલ કર્મચારીઓ પરીક્ષાની પૂર્ણ તૈયારી કરી શકે તે માટે જુનિયર આસિસ્ટન્ટ ની પરીક્ષા માર્ચ મહિના બાદ રાખવા ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા રજુઆત કરવામાં આવતા એમડી દ્વારા આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે મેનજિંગ ડાયરેક્ટરને રજુઆત કરવામાં આવી હતી જેમાં ટેકનીકલ કર્મચારીઓને સલામતી નાં સાઘનો આપવાં જેમાં હેન્ડ ગ્લોઝ પહેરીને બાઇન્ડીગ મારવા જેવી કામગીરી કરી શકાચ તેવાં આપવા, લાઇન ઇન્ડીકેટર વાળાં હેલ્મેટ તથાં ટેકનીકલ કર્મચારીઓને પાણીની બોટલ આપવી, હાલમાં મીટર ટેસ્ટરની પરીક્ષા માટેની ઘણાં સર્કલમાં અરજી મંગાવવામાં આવી હોય પરીપત્ર નં. ૬૩૮ મુજબ જુનિયર ઇજનેરની જગ્યા ભરવી તેમજ અકસ્માતનાં કિસ્સામાં માત્ર ટેકનીકલ કર્મચારીઓને દોષિત ન ગણીને અકસ્માત બનવા પાછળ જે પણ જવાબદાર હોય તે તમામ પર પગલાં લેવા રજુઆત કરી હતી.
સાથે જ હાલમાં માર્ચ મહિના માં ટેકનીકલ કર્મચારીઓ ફીલ્ડમાં ડીસ્ક કનેક્શનની કામગીરીમાં વ્યસ્ત હોવાથી ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા આ પરીક્ષા મોકુફ રાખવા રજુઆત કરવામાં આવતા મેનેજીંગ ડિરેક્ટર દ્વારા પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય લીધો હોવાથી ટેકનીકલ કર્મચારી મંડળે હરહંમેશ હકારાત્મક અભિગમ રાખી રજુઆત ધ્યાને લેવા બદલ આભાર વ્યક્ત કરી કોરોના કાળમાં અવસાન પામેલ વિજકર્મીઓ નાં પરીવારજનોને ૨૫ લાખની સહાય આપવા માટે મદદરૂપ થતા જીવીટીકેએમના હોદ્દેદારો રાજુભાઇ ખત્રી, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ભરતભાઈ મુસડીયા, ચેતરીયાભાઇ(દ્રારકા), પી. એલ. ગોસાઈભાઇ, ફિરોજભાઇ, જાદવભાઇ, મલેકભાઇ વગેરે હોદેદારોએ આભાર વ્યક્ત કર્યો હતો.